Gujarati News

Gujarati News

News of Thursday, 23rd March 2023

ફેબ્રુઆરીમાં બ્રિટનમાં ફુગાવો વધીને 10.4 ટકા પહોંચ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: બ્રિટનમાં ફેબુ્રઆરીમાં ફુગાવામાં અનપેક્ષિત વધારો થયો છે. ખાદ્ય તથા ઊર્જા બિલ્સમાં વધારાને પરિણામે ફુગાવો ઊંચે ગયો છે. જાન્યુઆરીમાં ૧૦.૧૦ ટકાની સરખામણીએ ફેબુ્રઆરીનો ફુગાવો ૧૦.૪૦ ટકા આવ્યો છે તેમ ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સ દ્વારા જારી કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા ચાર મહિનામાં ફેબુ્રઆરીમાં બ્રિટનનો ફુગાવો પહેલી વખત વધીને ૧૦.૪૦ ટકા રહ્યો છે.  ફુગાવામાં આટલા ઉછાળાથી એનાલિસ્ટોને આશ્ચર્ય થયું છે એટલું જ નહીં બેન્ક ઓફ ઈન્ગલેન્ડ પર વ્યાજ દરમાં વધારો કરવાનું દબાણ આવ્યું છે.  બેન્ક ઓફ ઈન્ગલેન્ડની બેઠક ગુરુવારે મળી રહી છે. ગયા વર્ષના ઓકટોબરમાં ફુગાવો ૧૧.૧૦ટકા સાથે ૪૧ વર્ષની ઊંચી સપાટીએ રહ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમાં સતત ત્રણ મહિના ઘટાડો જોવા મળ્યો હતો. ફુગાવાને કાબુમાં લેવા બેન્ક ઓફ ઈન્ગલેન્ડ વ્યાજ દરમાં સતત વધારો કરી રહી છે ત્યારે ગુરુવારે મળી રહેલી બેઠકમાં બેન્ક પર વ્યાજ દર વધારવાનું ફરી દબાણ આવ્યું છે.

(7:06 pm IST)