Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd June 2021

પાકિસ્તાનમાં 4.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ભૂકંપનાં જોરદાર આંચકાથી પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ હચમચી ઉઠ્યું હતું. સ્થાનિક સમય મુજબ સવારે 6.39 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 નોંધાઇ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપ વિશે માહિતી આપી હતી. વળી, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. ભૂકંપનાં આંચકા રાજધાની તેમજ આસપાસનાં વિસ્તારોમાં અનુભવાયા હતા. આપને જણાવી દઈએ કે, પહેલા ગુરુવારે સાંજે ઇસ્લામાબાદમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. રાષ્ટ્રીય ભૂકંપ મોનિટરિંગ કેન્દ્રએ જણાવ્યુ કે, ગુરુવારે સાંજે ઇસ્લામાબાદ અને ખૈબર પખ્તુનખ્વાનાં કેટલાક ભાગોમાં આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.4 નોંધાઇ હતી. નોંધનીય છે કે વર્ષની શરૂઆતમાં પણ ઇસ્લામાબાદ, પંજાબ અને ખૈબર પખ્તુનખ્વાનાં કેટલાક ભાગોમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો.

(5:35 pm IST)