Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

લંડનની ગટરમાંથી પોલિયો વાયરસ મળી આવતા આરોગ્ય વિભાગે એલર્ટ જાહેર કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: લંડનની ગટરમાંથી લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાઇરસ મળી આવતા બ્રિટનના આરોગ્ય સત્તાવાળાઓએ માતાપિતાને પોતાના બાળકોને સમયસર વેક્સિન અપાવવાની અપીલ કરી છે. આ વાઇરસ મળી આવ્યા પછી આરોગ્ય વિભાગે અધિકારીઓને એલર્ટ રહેવા જણાવ્યું છે. યુકે હેલ્થ સિક્યુરિટી એજન્સી (યુકેએચએસએ)એ જણાવ્યું છે કે, ફેબ્રુઆરી અને મે મહિનામાં લેવામાં આવેલા સેમ્પલમાં પોલિયો વાઇરસ મળી આવતા આ સંદર્ભમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર સેમ્પલ મળી આવેલા પોલિયો વાઇરસની ઓળખ વેક્સિન ડેરિવેડ પોલિયોવાઇરસ ટાઇપ 2 (વીડીપીવી-2) તરીકે કરવામાં આવી છે. આ વાઇરસથી અસામાન્ય સ્થિતિમાં પેરાલિસિસ જેવી ગંભીર બિમારી થાય છે. જે લોકો સંપૂર્ણ વેક્સિનેટેડ નથી તેમનામાં આ પ્રકારની બિમારી થવાની શક્યતા છે.

 

(7:32 pm IST)