Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

પોતાની જાંધથી ૧ સેકન્ડમાં તોડી નાંખે છે તરબૂચ : પોતાની મજબૂત જાંધોના કારણે બ્રાઝિલમાં પ્રખ્યાત છે 'મહિલા બોડીબિલ્ડર'

હવે પુરૂષો માટે ગણાતા બોડી બિલ્ડીંગમાં પણ મહિલા બોડી બિલ્ડર્સનો ડંકો લાગી રહ્યો છે

લંડન તા. ૨૩ : દુનિયાએ સ્ત્રી શકિતના ઘણા પુરાવા જોયા છે. હવે સ્ત્રીને અબળા માનવાની ભૂલ ન કરવી જોઈએ. વેપાર, વ્યવસાય, જોબ, રમતગમત સાયન્સ સહિતના તમામ સેકટરમાં મહિલાઓ ઈતિહાસ રચી રહી છે. અત્યાર સુધી પુરુષો માટે ગણાતા બોડી બિલ્ડીંગમાં પણ મહિલા બોડી બિલ્ડર્સનો ડંકો વાગી રહ્યો છે.

બ્રાઝીલની Alessandra Alves નામની બોડી બિલ્ડરની તાકાત જોઈ લોકો આશ્ચર્યમાં મુકાઈ જાય છે. Brazilમાં આ યુવતી મજબૂત જાંઘ માટે ખ્યાતનામ છે. તે તરબૂચને જાંઘની વચ્ચે રાખીને તોડી શકે છે! મજબૂત જાંઘના કારણે ફિટનેસ અને બોડી બિલ્ડીંગના ક્ષેત્રમાં તેની અનોખી ઓળખ ઉભી થઇ છે.

BRAZILIAN QUADZILLAના નામે જાણીતી Alessandra Alvesએ પોતાની ફિટનેસ ટ્રેનીંગનો પ્રારંભ ૧૪ વર્ષની હતી ત્યારથી કર્યો હતો. તેણે યુટ્યુબ ચેનલ Trulyને જણાવ્યું હતું કે, આ રીતે લોકો સામે તાકાત બતાવવી ગમે છે. કોઈ મહિલાને આટલું બધું વજન ઊંચકી સ્કવોટ્સ (દંડબેઠક) કરતી જોવી રસપ્રદ હોય છે. Alessandraએ પોતાની કારકિર્દીનો પ્રારંભ ફિટનેસ મોડેલના રૂપમાં કર્યો હતો અને હવે તે બોડી બિલ્ડીંગ ક્ષેત્રમાં પણ કામ કરે છે.

Alessandr જાંઘ વધુ મજબૂત થાય તે માટે મોટાભાગે સ્કવોટ્સની પ્રેકિટસ કરે છે. તેને મશીન લેગ ટ્રેનિંગ પસંદ છે. તે ૧૨૦-૧૩૦ કિલો વજન રાખી સ્કવોટ્સ (દંડબેઠક) કરે છે. તેણે ૧૫૦ કિલો વજન સાથે સ્કવોટ્સ કરી રેકોર્ડ બનાવ્યો છે. આવી ફિટનસ ટ્રેનીંગમાં તેને આનંદ મળે છે.

Alessandrના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં ૧ મિલિયન ફોલોઅર્સ છે. તેની મોટાભાગની આવક ઈન્સ્ટાગ્રામના માધ્યમથી થાય છે. તેના પહેલા વિડીયોને ૫૦ લાખ લોકોએ જોયો હતો. Truly સાથેની વાતચીતમાં તેણે કહ્યું કે, શરૂઆતમાં લોકો તેની ખૂબ ટીકા કરતા હતા. ત્યારબાદ તેને ફેન્સનો ઘણો સપોર્ટ મળ્યો હતો.

(3:56 pm IST)