Gujarati News

Gujarati News

News of Friday, 23rd July 2021

શ્વાને ગજબ કર્યુઃ ફુગ્‍ગા ફોડવામાં શ્વાને વિશ્વ રેકોર્ડ બનાવ્‍યો

ટિવંકી જેક રેસેલ ટેરિસા પ્રજાતિનું શ્વાનઃ તેણે ૩૯.૦૮ સેકન્‍ડમાં ૧૦૦ ફુગ્‍ગા ફોડયા

કેનેડા :  આપણે શ્વાનને ડાન્સ કરતા જોયા છે, ઘણી વાર ધમાલ કરતા પણ જોયા છે. તાલીમ લીધા પછી આ પ્રાણીઓ વિવિધ સ્ટન્ટ્સ ખૂબ જ સરળતાથી કરતા હોય છે. મોટાભાગના પાળતુ પ્રાણી ફક્ત તેમની ધમાલ કરીને તેના માલિકને હેરાન પરેશાન કરી દેતા હોય છે. પરંતુ કેટલીકવાર તેઓ આખા ઘરને ઉથલ પાથલ કરી દેતા હોય છે. પરંતુ આ શ્વાને તેની આ ટેવને કારણે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

તમે ટૂંકા સમયમાં મહત્તમ સંખ્યામાં ફુગ્ગાઓ ફોડવાની કોઈ સ્પર્ધા મિત્રો સાથે કરી હશે. પરંતુ ટ્વિંકી (Twinkie) નામના શ્વાને ફુગ્ગાઓ ફોડવામાં વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. તેણે 39.08 સેકંડમાં 100 ફુગ્ગાઓ ફોડ્યા હતા. ટ્વિંકી એક જેક રસેલ ટેરિયર પ્રજાતિનું શ્વાન છે. તે પોતાના માલીક ડોરી સિટરલી સાથે અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે. 2014માં ટ્વિન્કીએ 100 ફુગ્ગાઓ ફોડવાનો સૌથી ઝડપી શ્વાનનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ કામમાં 39.08 સેકન્ડનો સમય લીધો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ટ્વિંકીનો એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે વીજળીની ઝડપે ફુગ્ગાઓ ફોડતો જોવા મળે શકે છે.

ટ્વિંકીની માતા અનાસ્તાસીયાએ પણ ફુગ્ગાઓ ફોડવાની મજા લીધી હતી. અગાઉ સૌથી વધુ ફુગ્ગાઓ ફોડવાનો રેકોર્ડ અનાસ્તાસિયાના નામે હતો. હાલમાં કેનેડામાં રહેતા ક્રિસ્ટી સ્પ્રિંગ્સના ડોગી ટોબીએ 28.22 સેકન્ડમાં 100 ફુગ્ગાઓ ફોડીને આ રેકોર્ડ બનાવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં માણસો તેમજ પ્રાણીઓ દ્વારા બનાવવામાં આવેલા આવા રેકોર્ડ્સ પણ નોંધાયેલા છે.

(9:16 pm IST)