Gujarati News

Gujarati News

News of Monday, 24th January 2022

સામાન્ય પ્લેનની જેમ હવે ઉડાન ભરશે સ્પેસ પ્લેન

નવી દિલ્હી: અવકાશમાંથી પૃથ્વી પર પરત ફરતા સમયે સ્પેસ પ્લેનની પાંખો તેને કોઈપણ ૧૦ હજાર ફૂટ લાંબા રનવે પર સુરક્ષિત રીતે ઉતરવામાં મદદ કરશે. રીતે પ્લેન દુનિયાના કોઈપણ મોટા એરપોર્ટ પર આરામથી લેન્ડ થઈ શકશે. કંપનીનું કહેવું છે કે સ્પેસપ્લેન અવકાશમાં પહોંચ્યા પછી વિવિધ કાર્યો કરી શકશે, જેમાં લોકોને અને હળવા કાર્ગોને લો-અર્થ પૃથ્વીની નીચલી કક્ષામાં લઈ જવાનો સમાવેશ થાય છે. રેડિયનના CEO અને સહ-સ્થાપક રિચાર્ડ હમ્ફ્રેએ જણાવ્યું હતું કે, "અમે માનીએ છીએ કે અવકાશમાં વ્યાપક પહોંચનો અર્થ માનવજાત માટે અમર્યાદિત તકો છે. તેમણે કહ્યું, સમય જતાં અમે અવકાશ યાત્રાને પ્લેન ટ્રાવેલ જેટલી સરળ અને સુવિધાજનક બનાવવાનો ઇરાદો ધરાવીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે તેમનું ધ્યાન સ્પેસ ટુરિઝમ પર પણ નથી.અમેરિકાની એક એરોસ્પેસ કંપનીએ સ્પેસ ફ્લાઇટને લઈને આવું સ્પેસ પ્લેન બનાવવાનો ખુલાસો કર્યો છે. સ્પેસ પ્લેન રનવે પરથી ઉડાન ભરીને જમીન પર ઉતરી શકે છે. વોશિંગ્ટન સ્થિત રેડિયન એરોસ્પેસે દાવો કર્યો છે કે તેનું સ્પેસ પ્લેન અવકાશ અને સમગ્ર વિશ્વની મુસાફરીને સંપૂર્ણપણે બદલી નાખશે. તો બીજી તરફ સ્પેસ પ્લેન બનાવતી કંપનીએ દાવો કર્યો છે કે તે પ્રવાસન બજાર પર ધ્યાન કેન્દ્રિત કરશે નહીં. સ્પેસ પ્લેનનું ફોક્સ સંશોધન, અંતરિક્ષમાં નિર્માણ અને પૃથ્વીનું અવલોકન સરળ અને સસ્તું બનાવવાનો માર્ગ શોધવાનો છે. રેડિયન કહે છે કે તે રેડિયન વન એરોસ્પેસ વાહનની ડિઝાઇન અને પ્રારંભિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરીને 'સ્ટીલ્થ મોડમાં કામ કરે છે'.

(10:58 pm IST)