Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

ઓએમજી...... બ્રિટનમાં એક શખ્સને મહિલા સાથે થયેલ વિવાદમાં ભારે કિંમત ચુકવવાની નોબત આવી

નવી દિલ્હી: બ્રિટનમાં રહેતા એક વ્યક્તિને માર્ગમાં ચાલતા વિવાદ થયો હતો. જેના માટે તે શખ્સને ઘણી ભારે કિંમત ચૂકવવી પડી હતી. જે મહિલા સાથે તેનો વિવાદ થયો હતો તેણે તેને કાયમ માટે મૂંગો કરી દીધો છે. આ ચોંકાવનારા મામલાની ચર્ચા બધે જ થઈ રહી છે. આ સાથે જ કોર્ટે આરોપી મહિલાને દોષી ઠેરવી છે. આ ઘટનામાં મહિલાએ વ્યક્તિની જીભ કાપી નાંખી અને તેને રસ્તા પર ફેંકી દીધી. જેને એક પક્ષી લઈ ઉડી ગયું હતો. જેના લીધે જીભ કનેક્ટ થઈ શકી ન હતી અને હવે તે કાયમ માટે આવી કપાયેલી જ રહેશે.

      એડનબર્ગ પોલીસના જણાવ્યા મુજબ જેમ્સ મેકેન્ઝી નામનો શખ્સ ક્યાંક ફરવા જઈ રહ્યો હતો. જ્યારે તે રસ્તામાં જઈ રહ્યો હતો. ત્યારે, તેની 27 વર્ષીય બેથની રાયન સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. થોડા સમય માટે બંને દલીલો ચાલુ રાખી હતી પછી અચાનક બેથનીએ જેમ્સ પર કૂદી ગઈ હતી અને તેને કિસ કરવા લાગી હતી. આ સમય દરમિયાન, તે જેમ્સની જીભને તેના દાંતથી કાપી નાંખી હતી અને રસ્તા પર ફેંકી દીધી હતી. જેમ્સ કંઈપણ સમજી શકે તે પહેલાં, નજીકમાં ફરતું સમુદ્રનું પક્ષી સીગલ (SEAGUL) તેની છૂટી પડેલી જીભ લઈને ઉડી ગયું હતું.

(5:26 pm IST)