Gujarati News

Gujarati News

News of Wednesday, 24th February 2021

કોરોના મહામારીના કારણોસર અમીર-ધનિક વર્ગની તુલનામાં ગરીબ લોકોની હાલત કફોડી બની હોવાનું સંશોધન

નવી દિલ્હી: કોરોના મહામારીથી અમીર અને ધનિક વર્ગની તુલનાએ ગરીબ લોકોને વધુ માર પડ્યો છે. તાજેતરમાં જ એક રિપોર્ટમાં મહામારી દરમિયાન અમીર અને ગરીબ વર્ગ વચ્ચેની ખીણ વધારે પહોંળી થઇ હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. બીજા શબ્દોમાં કહીયે તો સમાજ આર્થિક અસમાનતા વધી છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ મુજબ કોરોના સંક્રમણ દરમિયાન વર્ષ 2020માં અમીર લોકોની સંપત્તિમાં ઘણી વધી છે જ્યારે ગરીબ લોકો વધુ ગરીબ થયા છે. અમીર અને ગરીબ વર્ગ વચ્ચેની ખીણ વધવી ઘણી ચિંતાજનક બાબત છે. તાજેતરમાં જ વૈશ્વિક સર્વે મુજબ સરકારને સુચન કર્યુ છે કે તેઓ અમીર અને ગરીબ વચ્ચે ખીણ ઓછી કરવાનો કોશિશ કરવી જોઇએ. ગ્લોબલિટી માર્કેટ રિસર્ચ એજન્સીના આ સર્વેમાં 24 દેશોના લગભગ 9000 લોકો સાથે વાતચિત કરાઇ હતી.

            કોરોન સંકટને લીધે પાછલા વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઘણો ઉતર-ચઢાવ જોવા મળ્યો છે. આ સર્વેમાં એવું નોંધવામાં આવ્યુ છે કે, કામગીરી કરવાની સુવિધા અને આર્થિક વૃદ્ધિ લોકોનું જીવનધોરણ સુધારવા માટે સૌથી આવશ્યક બાબત છે. એવું માનનાર લોકોની સંખ્યા 10 ટકા વધી છે. આ સ્ટડીના લેખકે લખ્યુ છે કે, હકિકતમાં આ રિપોર્ટના લીધે લોકોને હવે એવી લાગી રહ્યુ છે કે જે થઇ રહ્યુ છે તે યોગ્ય દિશામાં નથી. કોરોના વાયરસનો ઉલ્લેખ કરતા આ સ્ટડીમાં કહેવાયુ છે કે, પરિસ્થિતિને યોગ્ય દિશામાં લઇ જવા માટે સરકારે વ્યાપક રીતે હસ્તક્ષેપ કરવાની જરૂર છે.

(5:27 pm IST)