Gujarati News

Gujarati News

News of Saturday, 24th April 2021

માસ્કને સુરક્ષિત બનાવવાના આ છે અનોખા ઉપયોગ:જાણીને સહુ કોઈને થશે ફાયદો

નવી દિલ્હી: જો આપ માસ્ક લગાવવા છતાં પણ કોરોનાની ઝપટમાં આવવાના ડરથી આશંકિત છો તો આપના માસ્કને વધુ સુરક્ષીત બનાવવાનાં ઉપાય જાણી લો. માસ્ક ચહેરા અને નાક પર જેટલુ ફીટ રહેશે એટલુ જ વાયરસથી સુરક્ષીત તેમજ રોકથામ કેન્દ્રે આ બારામાં સલાહ આપી છે.

સર્જીકલ માસ્કને ચહેરા પર લગાવતી વખતે તેની બન્ને દોરીઓ કે ઈલાસ્ટીક બેન્ડને એક ગાંઠથી આપસમાં બાંધી દો. આથી માસ્ક આપના ચહેરા અને નાકને પુરેપુરા ઢાંકી દેશે. સંક્રમિત હવા કે એરોસોલ (નાક-મોં વાટે નીકળતા પાણીના સુક્ષ્‍મ ટીપા)ને નાક કે મોંથી શરીરમાં પ્રવેશ કરવાનો રસ્તો મળી શકે છે.

56.1 ટકા બહારની હવા અને એરોસોલનાં કણોથી બચાવે છે. તેવુ સર્જીકલ માસ્ક છે.54.4 ટકા હવા, કણોને મોં કે નાકમાં ઘુસતા રોકો છો કપડાનું માસ્ક.

77 ટકા હવા કે એરોસેલનાં કણાને રોકવામાં સક્ષમ છે.ગાંઠ વાળુ સર્જીકલ માસ્ક 85.4 ટકા હવા,એરોસોલ રોકાય છે. ગાંઠ લગાવેલા સર્જીકલ માસ્ક પર કપડાનું માસ્ક પહેરવાથી બે માસ્ક પહેરવાથી ખોલવામાં કોઈ સમસ્યા પેદા થાય. બહેર નીકળતા પહેલા ઘરમાં માસ્ક લગાવીને જોઈ લો કે કોઈ અસુવિધા તો નથી થતીને?

(5:31 pm IST)