Gujarati News

Gujarati News

News of Tuesday, 24th May 2022

ઓએમજી....સમુદ્ર તટમાં 32 બિલિયન કોકના ટીનની સમકક્ષ મળી આવી ખાંડ

નવી દિલ્હી: મેક્સ પ્લાન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર મરીન માઇક્રોબાયોલોજીના વૈજ્ઞાનિકોએ વિશ્વના મહાસાગરોના તટમાં આવેલા દરિયાઈ ઘાસના મેદાનની નીચે ખાંડના પર્વતો શોધી કાઢ્યાં છે. આ દરિયાઈ ઘાસના મેદાનો કાર્બન શોષવામાં અત્યંત કાર્યક્ષમ છે અને કાર્બન શોષવાની વિશ્વની ટોચની ઈકોસિસ્ટમ છે. પ્લાન્ક સંસ્થા પ્રમાણે એક ચોરસ કિલોમીટરમાં દરિયાઈ ઘાસ જમીન પરના જંગલો કરતા બમણું અને 35 ગણું ઝડપી કાર્બન સંગ્રહ કરે છે. જ્યારે આ ઘાસના મેદાનો પાસેના સમુદ્રતળનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે તેની માટી પ્રણાલીમાંથી મોટા પ્રમાણમાં ખાંડ હોવાનું સામે આવ્યું છે. સંસ્થાના રિસર્ચ ગ્રુપના વડા મેન્યુઅલ લિબેકે કે જેમના તાબા હેઠળ સંશોધન કરવામાં આવી રહ્યું છે, તેમણે જણાવ્યું કે અગાઉ મરીન પર્યાવરણમાં માપવામાં આવેલા ખાંડના પ્રમાણ કરતા 80 ગુણા વધું ખાંડનું પ્રમાણ હાલ મળી આવ્યું છે.

 

(6:51 pm IST)