Gujarati News

Gujarati News

News of Thursday, 23rd June 2022

ચીનની આ કંપનીએ અનાજના બદલામાં ઘર આપવાની કરી ઓફર

નવી દિલ્હી: ચીનના હેનાનમાં આવેલા સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ નામની એક કંપનીએ આ યોજના શરૂ કરી છે. કંપનીએ આ માટે વિધિવત રીતે એક જાહેરખબર પણ બહાર પાડી છે. કંપની ઘરો માટે ડાઉન પેમેન્ટ તરીકે ઘઉ અને લસણ લેવાની રજૂઆત કરી રહી છે. રિપોર્ટ મુજબ બંને પાકની કિંમત ૨ યુઆન પ્રતિ કેટી છે. અત્રે જણાવવાનું કે કેટી ચીનનું એક યુનિટ છે. જે લગભગ ૫૦૦ ગ્રામ બરાબર છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે કંપનીએ ખરીદારોને આ યોજનામાં ઘર માટે ૧૬૦૦૦૦ યુઆન ( લગભગ ૧૮.૬ લાખ રૂપિયા) નું ડાઉન પેમેન્ટ નક્કી કર્યું છે. કંપનીના એક સેલ્સ એજન્ટે જણાવ્યું કે આ સ્કીમને શરૂ ક રવાનો હેતુ વિસ્તારના ખેડૂતોને કંપની તરફ આકર્ષિત કરવાનો છે. આ જાહેરખબર ખાસ ખેડૂતો માટે જ છે. કંપનીની આ ઓફર સોમવારે શરૂ થઈ અને ૧૦ જુલાઈ સુધી રહેશે. એજન્ટે નામ ન જણાવવાની શરતે કહ્યું કે કંપની ૬૦૦૦૦૦ થી ૯૦૦૦૦૦ યુઆન સુધીના ઘરોનું વેચાણ કરી રહી છે. સેન્ટ્રલ ચાઈના રિયલ એસ્ટેટ કંપનીએ ગત મહિને એક અન્ય જાહેરખબર પણ બહાર પાડી હતી.

 

(7:31 pm IST)