Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

ફિલિપાઇન્સમાં 6.7ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અત્રે આજે વહેલી સવારે ભૂકંપના ભારે ઝટકા અનુભવાયા હતા. જેથી લોકો ઘરની બહાર આવી ગયા હતા. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.7ની હતી, અલબત, ભૂકંપની જાનહાનીના કોઈ ખબર નથી કે સુનામીની કોઈ આશંકા નથી. ફિલીપાઈન્સના રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રે જણાવ્યું હતું કે 6.7નો તીવ્રતાનો ભૂકંપ લુથેનના મુખ્ય દ્વીપમાં સવારે 4.48 વાગ્યે આવ્યો હતો તેનું કેન્દ્ર ધરતીની નીચે 112 કિલોમીટર અંદર હતું, તેની કેટલીક મિનિટો બાદ તે ક્ષેત્રમાં 5.8 તીવ્રતાના ભૂકંપ આવ્યો હતો. બટાંગસ પ્રાંતના એક પોલીસ અધિકારી રોની આંરેલાનોએ જણાવ્યું હતું કે ભૂકંપના ભારે ઝટકા આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર નીકળી ગયા હતા.

(5:40 pm IST)