Gujarati News

Gujarati News

News of Saturday, 24th July 2021

યુરોપમાં 12થી 17 વર્ષની ઉંમરના બાળકોને રસી લેવા માટે મળી મંજૂરી

નવી દિલ્હી: યુરોપિયન મેડિસિન એજન્સીએ કહ્યું કે 12થી 17 વર્ષની ઉંમરના બાળકો માટે સ્પાઇકવેક્સ વેક્સીનનો ઉપયોગ 18 વર્ષ અને તેનાથી વધારે ઉંમરના લોકોની જેમ કરવામાં આવશે. વેક્સિનીના બે ડોઝ આપવામાં આવશે. બે ડોઝ વચ્ચે 4 અઠવાડિયાનું અંતર રાખવામાં આવશે. યુરોપિયન મેડિસિન એજન્સીના જણાવ્યા મુજબ 12-17 વર્ષના 3732 બાળકો પર સ્પાઇકવેક્સનું ટ્રાયલ કરવામાં આવ્યું હતું. તેના પરિણામ સકારાત્મક મળ્યા હતા. દરમિયાન જાણ્યું કે બધાના શરીરમાં સારા પ્રમાણમાં એન્ટિબોડી બની.

એટલી જ 18-25 વર્ષના લોકોમાં પણ એન્ટિબોડી જોવા મળી. તો ફાઇઝરે પોતાની વેક્સીનના ટ્રાયલની શરૂઆત 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર પણ કરી દીધી છે. પહેલા ચરણની સ્ટડીમાં ઓછી સંખ્યામાં બાળકોને વેક્સીનના અલગ અલગ ડોઝ આપવામાં આવશે. તે માટે ફાઇઝરે દુનિયાના 4 દેશોમાં 4500થી વધારે બાળકોને સિલેક્ટ કર્યા છે. વર્ષે મે મહિનામાં એસ્ટ્રાજેનેકાએ 6-17 વર્ષ સુધીના બાળકો પર બ્રિટનમાં સ્ટડીની શરૂઆત કરી હતી. તો જોનસન એન્ડ જોનસને પણ સ્ટડીની શરૂઆત કરી છે. ચીનની સિનોવેકે 3 વર્ષ સુધીના બાળકો પર પોતાની વેક્સીન અસરકારક હોવાનું જણાવ્યું છે.

(5:42 pm IST)