Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

સાઉદી અરામકોએ ચીનને આપ્યો વધુ એક ઝટકો:10 અબજ ડોલરની ડીલ કરી રદ

નવી દિલ્હી: સાઉદી અરેબિયાની ઓઇલ કંપની સાઉદી અરામકોએ ચીન સાથે 10 અબજ ડોલર (લગભગ 75 હજાર કરોડ રૂપિયા) નો સોદો રદ કરવાનો નિર્ણય લીધો છે. સોદા હેઠળ, અરામકો ચીન સાથે રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ્સ સંકુલ સ્થાપવાનું હતું. ચીન માટે આ મોટો ઝટકા સમાન ગણવામાં આવે છે.

             આ સોદા વિશે વાત કરતા, ફેબ્રુઆરી 2019 માં, ક્રાઉન પ્રિન્સ સલમાને આ સોદા પર જાતે જ સહી કરી હતી. આ ડીલ પછી બે બાબતો બહાર આવી. પહેલી વાત એ છે કે અરામકો એશિયન માર્કેટમાં પોતાની પકડ મજબૂત બનાવવા માંગે છે. વળી, આ ડીલની મદદથી ચીન આગામી દિવસોમાં સાઉદી અરેબિયામાં મોટા પાયે રોકાણ કરશે. જો કે, કોરોનાને કારણે, આ ક્ષણે બધું બ્રેક થઈ ગયું છે.

(6:30 pm IST)