Gujarati News

Gujarati News

News of Friday, 22nd October 2021

આ તો ગઝબ જ કહેવાય....ચાર વર્ષીય બાળકીને શોધવા માટે આટલા મોટા રકમની ઈનામની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી: છેલ્લા પાંચ દિવસથી ગુમ થયેલી ચાર વર્ષની બાળકી માટે ઓસ્ટ્રેલિયન સરકારે (Australian Government) 1 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરનું ઈનામ જાહેર કર્યું છે. અહેવાલો અનુસાર, ક્લિઓ સ્મિથ, ચાર વર્ષની બાળકી, શનિવારે વહેલી સવારે મેકલેઓડના બ્લોહોલ્સ કેમ્પસાઇટમાં તેના પરિવારના તંબુમાંથી ગાયબ થઈ ગઈ હતી.

પોલીસ બાળકીને શોધવા તમામ પ્રયત્નો કરી રહી છે

અહેવાલોમાં કહેવામાં આવી રહ્યુ છે કે, બાળકી ગુમ થયા ત્યારથી પોલીસ ભૂપ્રદેશ અને નજીકના સમુદ્ર આસપાસ તેની શોધ કરી રહી છે. જો કે, સર્ચ ઓપરેશનમાં તૈનાત પોલીસને (WA Police Force) ગુમ થયેલા બાળક વિશે કોઈ માહિતી મળી નથી. પોલીસના જણાવ્યા અનુસાર, ક્લિઓએ (Cleo Smith) છેલ્લે લાલ અને કાળી સ્લીપિંગ બેગમાં સૂતી જોવા મળી હતી અને તેમણે વાદળી અને પીળા રંગનુ વન-પીસ સ્લીપસૂટ પહેર્યો હતુ. આ બાળકીને શોધવા પોલીસે બાળકી વિશેની તમામ જાણકારી લોકોને આપીને તેને શોધવા માટે મદદ કરવા જણાવ્યુ છે.

(6:35 pm IST)