Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

યુકેની એક ફૂડ કંપનીએ પકોડા ખાઈને રેટિંગ કરવા માટે એક લાખ રૂપિયાની સેલેરી ઓફર કરી હોવાની માહિતી

નવી દિલ્હી : સૌ કોઈ ઈચ્છે છે કે, તે સારામાં સારા રૂપિયા કમાય. કેટલીય વાર લોકો વધારે સેલરીના ચક્કમાં પોતાના પ્રોફેશનથી હટીને જોબ કરતા હોય છે. જો આપને પણ કહેવામાં આવે કે, આપે ચિકન પકોડા ખાવા માટે 1 લાખ રૂપિયા સેલરી આપવામાં આવશે. તો આપ શું કરશો. કોઈ પણ વ્યક્તિ આ ઓફર સ્વિકારી લેશે. આ જોબ ઓફર યુકેની એક ફૂડ કંપનીએ આપી છે. તેના માટે તેમણે એક એડ પણ આપી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, યુકેની પ્રખ્યાત ફિશ ફિંગર કંપની BirdsEyeને ટેસ્ટ ટેસ્ટર માટે વેકેન્સી નિકાળી છે. કંપનીને એવા શખ્સની શોધ છે. જે ચિકન પરફેક્ટ ટેસ્ટને વધું સારૂ બનાવી શકે. કંપની ઈચ્છે છે કે, તેના ચિકન પકોડ સૌથી બેસ્ટ હોય.તેના તે કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવા માટે તૈયાર છે. કંપનીએ આ જોબની ડિટેલ શેર કરી દીધી છે. તેના માટે કંપની એક લાખ રૂપિયા સેલરી આપે છે. જે પણ શખ્સ આ જોબ મેળવવામાં સફળ રહેશે, તેને ચિફ ડિપ્પીંગ ઓફિસરની પોસ્ટ આપવામાં આવશે. એક અખબારમાં છપાયેલ ખબર મુજબ જ્યારે બ્રિટેનમાં બેરોજગારી અને મોંઘવારી બંને ચરમ પર છે. આવા સમયે BirdsEyeને ચિકન ડિપર્સ માટે ટેસ્ટરની જરૂર છે. કંપની આ ડીપર્સની સાથે પરફેક્ટ સોસ પણ માર્કેટમાં ઉતારવા માગે છે. હાલમાં જ યુકેમાં થયેલ સર્વેમાં અમુક લોકોએ ચિકન ડીપર્સની સાથે ટોમેટો સોસને બેસ્ટ ગણાવ્યું હતું.

(5:44 pm IST)