Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

અમેરિકાએ લગભગ 15 વર્ષ પછી પોતાનું મહાવિનાશક બોમ્બવર્ષક વિમાન કર્યું તૈયાર

નવી દિલ્હી: હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ચીની ડ્રેગનની વધતી દાદાગીરીથી નિપટવા માટે અમેરિકાએ લગભગ 15 વર્ષ પછી પોતાના મહાવિનાશક બોમ્બવર્ષક વિમાન B-1B લાન્સરને ડિયાગો ગાર્સીયા નૌસૈનિક અડ્ડા પર તૈનાત કર્યા છે. ભારતથી માત્ર 1500 સમુદ્રી મીલની દુરી પર સ્થિત આ ડિયાગો ગાર્સીયા નેવલ બેસ અમેરિકાના હિન્દ મહાસાગરમાં અભેદ કિલ્લો છે. આ વિસ્તારમાં હવે ચીનની ગતિવિધિઓ તેજ થઇ ગઈ છે. ચીન જ્યાં તાઇવાન વિરુદ્ધ ખુલ્લી ધમકી આપી રહ્યું છે ત્યાં જ લદાખમાં તણાવ વચ્ચે ભારત વિરુદ્ધ ઝડપથી હથિયારો અને સૈનિકોનો જમાવડો કરી રહ્યું છે.

ડિયાગો ગાર્સીયાથી અમેરિકા મધ્ય પૂર્વના દેશો અને દક્ષિણ તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશો પર નજર રાખે છે. અમેરિકી રક્ષા વેબસાઈટ ધ ડ્રાઈવની રિપોર્ટ મુજબ, અમેરિકી વાયુસેનાનું બી1બી લાન્સર રણનીતિક બોમ્બર વર્ષ 2006 પછી પહેલી વખત ડિયાગો ગાર્સીયામકયા તૈનાત કરવામાં આવ્યું હતું. બી 1બી સાથે 200 એયરમેન પણ ડકોટાથી યાત્રા કરતા પહોંચ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે ગઈ 17 ઓક્ટોબરે બી 1ની તૈનાતી કરવામાં આવી હતો. આ વિમાનની મારક ક્ષમતા 2400 કિમિ છે અને 1.2 મેકની સ્પીડથી ઉડાન ભરે છે.

 

(5:45 pm IST)