Gujarati News

Gujarati News

News of Saturday, 23rd October 2021

ઇજિપ્તમાં એક ચોરને મોબાઈલની ચોરી કરવી પડી ભારે:ફેસબુક લાઈવના કારણોસર ફૂટ્યો ભાંડો

નવી દિલ્હી: દરેક ચોર ઇચ્છતો હોય છે કે તે ચોરી કર્યા બાદ કોઇ પણ સબૂત ન છોડે અને તેના માટે જ તેઓ પણ પ્લાન કરીને ઘટનાઓને અંજામ આપતા હોય છે. પરંતુ ઇજિપ્તમાં એક ચોરે ચોરી કરતી વખતે એટલી મોટી ભૂલ કરી કે જેના કારણે પોલીસની સાથે સાથે 20 હજારથી વધુ લોકોએ તેને લાઇવ ચોરી કરતા જોઇ લીધો. ના અમે કોઇ રસ્તા પર લાગેલા સીસીટીવી ફૂટેજની વાત નથી કરી રહ્યા. તે તો સામાન્ય બાબત છે. આ ચોરના નસીબ થોડા વધારે જ ખરાબ હતા.

ખરેખર ઘટના કઇંક આ પ્રમાણેની છે કે ઇજિપ્તમાં એક પત્રકાર રસ્તા પર ઉભો રહીને ફેસબુક લાઇવ કરીને તેના ફોલોવર્સ સાથે ઇન્ટરેક્શન કરી રહ્યો હતો એટલામાં મોટરસાઇકલ પર એક ચોર આવ્યો અને તેના હાથમાંથી ફોન છિનવીને ભાગી (Thief snatched journalist mobile) ગયો. તે આ વાતથી સંપૂર્ણ પણે અજાણ હતો કે ફોનમાં લાઇવ ચાલી રહ્યુ છે. એક હાથમાં ફોન પકડીને, મોઢામાં સિગારેટ મુકીને બાઇક લઇને ભાગ્યો તો ખરો પણ આ બધુ લાઇવ 20 હજારથી વધુ લોકો જોઈ રહ્યા હતા.

 

(5:47 pm IST)