Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

48 કલાક સુધી કોરોના વાયરસથી બચાવતો નોઝલ સ્પ્રે આવ્યો માર્કેટમાં

નવી દિલ્હી: કોરોના વાયરસનાં સંક્રમણથી બચવા માટે માર્કેટમાં ખૂબ ઝડપથી એન્ટી-કોવિડ નોઝલ સ્પ્રે ઉપલબ્ધ થઈ શકે છે. આ સ્પ્રેની મદદથી નાકમાં એવી દવા નાંખવામાં આવશે જે દવાથી ૪૮ કલાક સુધી કોરોના સામે વ્યક્તિનું રક્ષણ થઈ શકે. આ સ્પ્રેમાં ચોક્કસ પ્રકારના કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

    આ એન્ટી-કોવિડ સ્પ્રે બ્રિટેનની બર્મીધમ યુનિવર્સિટીની ટીમ તૈયાર કરી રહી છે. આ પ્રોજેક્ટ પર કામ કરતી ટીમનું કહેવું હતું કે આ સ્પ્રે હેલ્થકેર વર્કર, ફ્લાઈટ અને ક્લાસરૂમમાં હાઈ રિસ્ક ઝોનમાં રહેતા લોકો માટે ઉપયોગ કરી શકાશે. એન્ટી- કોવિડ નોઝલ સ્પ્રેમાં કૈરેગીનેન અને ગેલેન જેવા કેમિકલનો પ્રયોગ કરવામાં આવ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ કેમિકલનો ઉપયોગ માનવજાત માટે ખૂબ સુરક્ષિત છે અને તેના ઉપયોગને પણ મંજુરી મળી ચુકી છે. આ બાબતે રીસર્ચ કરી રહેલા રીચર્ડ મોએક્સનું કહેવું હતું કે સ્પ્રેમાં એવા કેમિકલ ઉપલબ્ધ છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ફૂડ અને મેડિસીનમાં કરવામાં આવે છે. ગેલેનનું કહેવું હતું કે આ સ્પ્રે નાકમાં અંદર એક લેયર બનાવી દે છે. અને કોરોના વાયરસ નાકમાં કોઈ નુકસાન કરી શકશે નહી.

(5:27 pm IST)