Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

આગામી વર્ષમાં ચીન અમેરિકાને પાછળ છોડી ઓઇલ રિફાઇનિંગમાં આગળ આવી શકે છે:સંશોધન

નવી દિલ્હી: 9મી સદીના મધ્યભાગમાં તેલ યુગ શરુ થયા બાદ ત્યારથી માંડીને અત્યારસુધી અમેરિકા વિશ્વનું રિફાઇનિંગ કિંગ રહ્યું છે.જોકે હવે આગામી વર્ષે ચીન અમેરિકાને પછાડી શકે છે. આજથી 50 વર્ષ પાછળ જઈએ તો 1967માં અમેરિકાની રિફાઇનિંગ ક્ષમતા ચીનની સરખામણીએ 35 ગણી હતી.

ચાઈના નેશનલ પેટ્રોલિયમ કોર્પોરેશનના ઇકોનોમિક્સ એન્ડ ટેક્નોલોજી રિસર્ચ ઈન્ટિટ્યૂટ અનુસાર આ સદીની શરૂઆત બાદ જ ચીનની રિફાઇનિંગ ક્ષમતા વધીને આશરે ત્રણ ગણી થઇ ગઈ છે. 2025 સુધી ચીનની ક્રૂડ પ્રોસેસિંગ ક્ષમતા વધીને વાર્ષિક 1 અબજ ટન અથવા તો દૈનિક 2 કરોડ બેરલ સુધી પહોંચી શકે છે. આ ક્ષમતા ચાલુ વર્ષના અંત સુધી દૈનિક 1.75 કરોડ બેરલ રહેવાનું અનુમાન છે.

(5:28 pm IST)