Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

ઓક્સફર્ડ ઇંગ્લિશ ડિક્શનરી મુજબ આ વર્ષે થયો છે સૌથી વધુ કોરોના વાયરસ શબ્દો ઉપયોગ

નવી દિલ્હી: ઓક્સફોર્ડ ઈંગ્લિશ ડિક્શનરી સંબંધિત સંગઠન ઓક્સફોર્ડ લેંગ્વેજના જણાવ્યાનુસાર કોરોના વાયરસ શબ્દનો ઉપયોગ આ વર્ષે સૌથી વધુ થયો છે. સંગઠને સોમવારે કહ્યું કે વર્ડ્સ ઓફ અનપ્રેસેડેંટેડ યર રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લોકડાઉન, વર્ક ફ્રોમ હોમ, સપોર્ટ બબલ્સ જેવા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ આ વર્ષે સૌથી વધુ થયો છે.

     ભારતની વાત કરીએ તો ઈ પાસ જેવા શબ્દનો લોકોએ વધુ પ્રમાણમાં ઉપયોગ કર્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કોરોના વાયરસ 1960ના દાયકાથી જોડાયેલો શબ્દ છે પરંતુ ત્યારે તેનો ઉપયોગ વૈજ્ઞાનિકો અને ચિકિત્સા જગત સાથે જોડાયેલા લોકો જ કરતાં પરંતુ આ વર્ષે એપ્રિલ સુધીમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દોમાંથી એક કોરોના વાયરસ હતો. મે માસ સુધીમાં કોવિડ-19 શબ્દ તેનાથી આગળ નીકળી ગયો હતો.

(5:28 pm IST)