Gujarati News

Gujarati News

News of Wednesday, 25th January 2023

ઓસ્ટ્રેલિયામાં મળ્યો સૌથી વધુ વજન ધરાવતો દેડકો

નવી દિલ્હી: ઓસ્ટ્રેલિયા ખંડ પોતાની અજબ ગજબ જીવ સૃષ્ટિ માટે જાણીતો છે. તાજેતરમાં કવીન્સલેંડ ખાતે ૨.૭ કિલો વજન ધરાવતો વિશાળ કાય દેડકો મળી આવ્યો હતો. આ એટલો વિશાળ જીવ હતો કે તેને ટોડઝિલા તરીકે સંબોધવામાં આવતો હતો. એવું માનવામાં આવે છે કે ટો પ્રજાતિનો આ સૌથી મોટો ટોડ છે. વાત એમ છે કે ૧૯ જાન્યુઆરીના રોજ રેંજર્સ કોનવે નેશનલપાર્કમા ટ્રેક પર કામ કરી રહયા હતા ત્યારે આ વિશાળકાય ટોડ દેખાયો હતો. આનું વજન એક પરિપકવ મરઘી અથવા તો માણસના નવજાત બાળક જેટલું હતું. કવિન્સલેંડ ડિપાર્ટમેન્ટ એન્ડ સાયન્સની રેંજર કાઇલી ગ્રે ના જણાવ્યા અનુસાર અગાઉ આટલો વિશાળ કદનો દેડકો અગાઉ જોયો ન હતો. તેની નજીક જવાનું થયું થયું ત્યારે તે તંદુરસ્ત રીતે હલનચલન કરતો હતો. જાણે કે ફૂટબોલને પગ આવી ગયા હોય એમ કૂદાકૂદ કરતો હતો. આ એક માદા દેડકો હતો. માંદા કેન ટોડ નરની સરખામણીમાં મોટી હોય છે. આ દેડકો કેટલી ઉંમરનો હતો તે જાણી શકાયું નહી પરંતુ અંદાજે ૧૫ વર્ષ સુધીનું જીવન ધરાવે છે. ગિનિજ વર્લ્ડ રેકોડર્ઝ મુજબ ૧૯૯૧માં ઓસ્ટ્રેલિયામાં ૨.૬૫ કિલોગ્રામનો દેડકો મળી આવ્યો હતો. વજનની રીતે જોઇએ તો આટલા વર્ષો પછી આ રેકોર્ડ તૂટી ગયો છે. 

(5:37 pm IST)