Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

લોકોની એકલતા દૂર કરવા અને આપઘાતને રોકવા માટે જાપાને એક નવું મંત્રાલય બનાવ્યું

કોરોના અને ડિપ્રેશનના કારણે જાપાનમાં આપઘાતના કેસમાં વધારા બાદ સરકારનો નિર્ણય

નવી દિલ્હી, તા.૨૫: કોરોનાએ દરેક લોકોના જીવનને પ્રભાવિત કર્યું છે. કરોડો લોકોએ જીવ ગુમાવ્યો છે, તો કરોડો લોકો બેરોજગાર પણ થયા છે. મોટી સંખ્યામાં લોકો ડિપ્રેશનનો શિકાર પણ બન્યા છે. લોકોને દ્યણી બધી મુશ્કેલોનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોરોના કાળમાં જાપનની અંદર આપઘાતની ઘટનાઓમાં દ્યણો વધારો થયો. જેને કારણ જાપાન સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે.

જાપાન સરકારે મિનિસ્ટર ઓફ લોન્લીનેસ એટલે કે એકલતા દૂર કરવા માટે એક મંત્રીની નિમણૂંક કરી છે. જેના માટે એક મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે. ધ જાપાન ટાઇમ્સમાં જણાવ્યા પ્રમાણે કોરોના મહામારી દરમિયાન જાપાનમાં એકલતાના કારણે આત્મહત્યાના કેસમાં વધારો થયો. આત્મહત્યાનો આંકડો ૧૧ વર્ષ બાદ એટલો બધો વધ્યો કે સરકારે એક મંત્રાલયની શરુઆત કરવી પડી.

આ મંત્રાલય લોકોની એકલતા દૂર કરવા માટે કામ કરશે. જાપાનના વડાપ્રધાન યોશિહિદે બ્રિટનની માફક પોતાના મંત્રાલયમાં પદ ઉમેર્યુ. જેની શરુઆત આ મહિનાથી જ કરવમાં આવી છે. જયારે બ્રિટનની અંદર ૨૦૧૮માં આ પ્રકારની શરુઆત કરવામાં આવી હતી.

(10:12 am IST)