Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

ડોક્ટરોની અછતના કારણોસર બ્રિટેનમાં એક મહિલાને પોતાના દાંત જાતે કાઢવાની નોબત આવી

નવી દિલ્હી: બ્રિટનમાં ડેન્ટલ ઇમરજન્સી જેવી સ્થિતિ ઊભી થયેલી છે. ડેન્ટસ્ટની રાહ જોતાં અનેક લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે તેઓ જાતે જ દાંત ઉખાડી રહ્યા છે જેથી બીજા દાંત બચી જાય. જેમણે ડેન્સિસ્ટ પાસે સારવાર માટે રાહ જોઈ, તે પૈકી અનેકને દુખાવાના કારણે ઇમરજન્સીમાં દાખલ કરવાનો પણ વારો આવી રહ્યો છે. દાખલ થવા છતાં ડેન્ટિસ્ટથી સારવાર કરાવવી શક્ય નથી થઈ રહી. એક મહિલાએ તો આવી જ સ્થિતિથી કંટાળીને પોતાના 13 દાંતોને જાતે જ ઉખાડી દીધી. સરકારી હોસ્પિટલોમાં ડેન્ટિસ્ટની ભારે અછતની સ્થિતિ એવી છે કે સારવાર કરાવ્યા વગર જ દર્દીને પરત મોકલી દેવામાં આવે છે. લોકો ડેન્ટિસ્ટથી મળવા માટે નંબર લગાવી લે છે અને સમય પર પહોંચે તો જાણવા મળે છે કે અપોઇન્ટમેન્ટ રદ થઈ ચૂકી છે. સરકારી હોસ્પિટલોમાં કામ કરી રહેલા ડેન્ટિસ્ટ જણાવે છે કે, કોરોનાના કારણે પગારમાં ઘટાડો કરવામાં આવ્યો તો ગયા વર્ષે જ લગભગ 2000 ડેન્ટિસ્ટ કામ છોડી ગયા. ગત દશકથી સરકાર તરફથી આર્થિક સહયોગ ખૂબ ઓછો મળ્યો. નવા ડેન્ટિસ્ટ ઓછા રાખવામાં આવ્યા. હવે આરોગ્ય વિભાગે 3 લાખથી વધુ ડેન્ટિસ્ટની નિયુક્તિ માટે 400 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. પરંતુ, તે ભરતી તાત્કાલિક તો નહીં જ થાય.

(6:38 pm IST)