Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

કોરોના વાયરસના મૂળ શોધવા ગયેલ ડબલ્યુએચઓની ટીમના સભ્ય ડો. પીટર ડાસજકને વુહાનમાંથી કાઢી મુકવામા આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનની ટીમના બ્રિટીશ સભ્ય ડો. પીટર ડાસજકને વુહાનમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. તેઓ વુહાનમાં વૈશ્વિક મહામારીના સ્ત્રોતનો પતો મેળવવા ડબલ્યુએચઓ સમર્થિત આયોગના સભ્ય તરીકે ગયા હતા. હાલ ચીનના વુહાનથી વાઈરસ લીક થયાની થિયરી મજબૂત બની છે ત્યારે જ ડબલ્યુએચઓની ટીમના સભ્ય ડો. પીટર ડાસજકને વુહાનમાંથી કાઢી મુકવામા આવ્યા છે. ન્યુયોર્ક પોસ્ટના અનુસાર ન્યુયોર્કમાં કેન્દ્રીત નોન પ્રોફીટ ઈકોહેલ્થ એલાયન્સના અધ્યક્ષ ડો. ડાસાકે સેંકડો હજાર ડોલરની ગ્રાન્ટ ચીનની વુહાન ઈન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીને મોકલી હતી. ડાસજકે આ વર્ષે ફેબ્રુઆરીમાં ડબલ્યુએચઓની એ થિયરીને નકારી દીધી હતી જે મુજબ ડબલ્યુએચઓની 'લેબ લીક' થિયરીને સાચી માનવામાં આવી હતી. ચીની વૈજ્ઞાનિકોના પક્ષમાં પ્રારંભીક તપાસનો અમેરિકા, બ્રિટન અને અન્ય દેશોએ તેનો સખત વિરોધ કર્યો હતો.

(6:22 pm IST)