Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

85 દેશોમાં કોરોના વાયરસનો ડેલ્ટા વેરિએંટ મળી આવતા ડબ્લ્યુએચઓએ ચિંતા જતાવી

નવી દિલ્હી: કોરોના વાઇરસ કરતાં નોંધપાત્ર પ્રમાણમાં વધારે ચેપી એવા તેના ડેલ્ટા વેરિઅન્ટના 85 દેશોમાં દર્દીઓ મળી આવ્યા છે અને જો આ પ્રવાહ ચાલુ જ રહેશે તો દુનિયામાં વધુને વધુ સ્થળોએ ફેલાતો જશે તેવી ચેતવણી વિશ્વ આરાગ્ય સંસ્થાએ તેના સાપ્તાહિક અહેવાલમાં આપી છે.

બાવીસ જુને જારી કરવામાં આવેલી સાપ્તાહિક મહામારી માહિતી અનુસાર કોરોના વાઇરસનો આલ્ફા વેરિઅન્ટ 170 દેશોમાં, બેટા વેરિઅન્ટ 119 દેશોમાં, ગામા વેરિઅન્ટ 71 દેશોમાં અને ડેલ્ટા વેરિઅન્ટ 85 દેશોમાં ફેલાયો છે.

ચારે કોરોના વેરિઅન્ટ આલ્ફા, બિટા, ગામા અને ડેલ્ટાને વેરિઅન્ટસ ઓફ કન્સર્ન જાહેર કરવામાં આવ્યા છે. જો વર્તમાન પ્રવાહ ચાલુ રહેશે તો ડેલ્ટા વેરિઅન્ટ પ્રભાવી લાઇનેજ બની જશે. જાપાનમાં કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર ડેલ્ટા વેરિઅન્ટ આલ્ફા વેરિઅન્ટ કરતાં 1.23 ગણો વધારે ચેપી છે.

 

 

(6:27 pm IST)