Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

આ ભાઇએ પોતાના ઘરની સામે કાર પાર્ક કરવાની પાડોશી ખો ભૂલી જાય એ માટે શું કર્યું એ જુઓ

લંડન,તા. ૨૫: પોતાના ઘરની સામે પોતાની કાર પાર્ક કરવાની જગ્યાએ કોઇ બીજી વ્યકિત કાર પાર્ક કરીને જતી રહે તો કેટલો ગુસ્સો આવે ? એવુ કોઇ વારંવાર કરતું રહે તો સબક તો શીખવવો જ પડે ને ? ટોબ બેઇલી નામના એક ભાઇના ઘરની સામે આવું વારંવાર થતુ રહેતું. વાત એમ હતી કે તેમની સ્ટ્રીટમાં ૨૬ ઘરો હતા અને કાર પાર્કિંગ માત્ર ૨૪ જ હતા. એને કારણે અવારનવાર કોઇક બીજું જ તેમના ઘરની સામે પાર્ક કરીને જતુ રહેતુ ત્યારે તેને ખૂબ અગવડ પડતી. એવામાં તેની પાડોશણ ઘરની સામે કાર પાર્ક કરી ગઇ. એ વાતથી ભયંકર અકળાયેલા ટોબે વિચાર્યું કે આજે તો કંઇક કરવું જ પડશે. તેણે મોટી કાળી ડકટ ટેપ લીધી અને આખી કારને એનાથી વીંટાળી દીધી. એને કારણે કાર કયા રંગની છે અને કોની છે એ પણ ખબર પડે એમ રહી ન હોતી.

જ્યારે  તેની પાડોશણને આ ખબર પડશે ત્યારે કદાચ મોટો બખેડો થઇ જશે. એવી તેની ભીતિ હતી.પણ, થયું એનાથી અવળુ જ. પાડોશણે પણ આ કામને એક પ્રેન્ક સમજીને હળવાશમાં જ લીધું હતું.

(11:40 am IST)