Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

ચેરિટી ભંડોળ એકઠું કરવા પિતાએ દીકરીની રમકડાની બેબીસાઇકલ ઉપર ૩૭૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો

લંડન,તા.૨૫: બ્રિટનના વાયધેમશેવના રહેવાસી વેસ્લી હેમ્નેટે ચેરિટી ફન્ડ ભેગું કરવાના ઉદેશથી દીકરીની નાનકડી પિન્ક સાઇકલ પર ગ્લાસ્ગોથી મેન્ચેસ્ટરનો પ્રવાસ કર્યો હતો.  છ દિવસમાં ૩૭૦ કિલોમીટરનું અંતર પાર કરવા માટે વેસ્લી ગ્લાસ્ગોથી નીકળીને લેક ડિસ્ટ્રિકટના રસ્તે આગળ વધ્યો અને ૨૧ સષ્ટેમ્બરે સાંજે ૬ વાગ્યે સાઉથ મેન્ચેસ્ટરમાં પહોંચ્યો હતો.

વેસ્લીને ઓંનલાઇન તથા ઓં લાઇન  ડોનેશન્સ દ્વારા ચેરિટી ફન્ડમાં ૬૦૦૦ પાઉન્ડ (અંદાજે ૫.૬૬ લાખ રૂપિયા) કરતાં વધારે રકમ પ્રાપ્ત થઈ હતી.

એ રકમના જુદા-જુદા ભાગ વાયધેમશેવની હોસ્પિટલમાં તથા અન્ય ધર્માદા કાર્યો માટે મોકલવામાં આવશે.

(11:33 am IST)