Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઉત્તર કોરિયાને લઈને સંયુક્ત રાષ્ટ્રે કર્યો એક અનોખો રિપોર્ટ જાહેર

નવી દિલ્હી: ઉત્તર કોરિયાને લઇને સંયુક્ત રાષ્ટ્રે એક સ્વતંત્ર રિપોર્ટ જાહેર કર્યો છે. તેમાં જણાવાયું છે કે ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટના કારણે લોકો ભૂખે મરી રહ્યાં છે અને લોકોએ આત્મહત્યા કરવાનું શરૂ કરી દીધું છે. રિપોર્ટમાં જણાવાયું છે કે આ એશિયાઇ દેશ આંતરરાષ્ટ્રીય સમુદાયથી આટલો અલગ ક્યારેય ન હતો જેટલો આજે છે. દેશમાં કોરોનાનો ચેપ ના ફેલાય તે માટે આ દેશના સરમુખત્યાર કિંમ જોંગ ઉને પાછલા બે વર્ષથી દેશની સરહદોને સીલ કરી દીધી છે. પરિસ્થિતિની સૌથી વધારે વિપરીત અસર કમજોર બાળકો અને વૃદ્ધો ઉપર થઇ રહી છે. મોટી સંખ્યામાં લોકો ભૂખમરાનો શિકાર થઇ રહ્યા છે. જો કે બીજી તરફ વિશ્વ સામે બાંયો ચડાવનારા કિમ જોંગ પોતાની લશ્કરી તાકાત વધારવા માટે પાણીની જેમ નાણા વહાવી રહ્યો છે. તેણે મિસાઇલ ટેસ્ટ પાછળ રૂ. 24,000 કરોડનો ખર્ચો કરી નાખ્યો છે.

 

(5:49 pm IST)