Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

ઓએમજી....આ દેશમાં પૈસા ચૂકવીને મહેમાનને ભાડે બોલાવે છે લોકો

નવી દિલ્હી: દક્ષિણ કોરિયા દેશની વાત કરવામાં આવી રહી છે. જ્યાં વધુને વધુ લોકોને લગ્નની પાર્ટીમાં આમંત્રણ આપવું સમાજમાં તેમની લોકપ્રિયતાનો પુરાવો માનવામાં આવે છે. અહીંના લોકો પોતાના સોશિયલ સર્કલને મોટું કરવા માટે પૈસા ચૂકવીને મહેમાનોને ખરીદવામાં અચકાતા નથી. એટલું જ નહીં, તમને જાણીને આશ્ચર્ય થશે કે મહેમાનોને ભાડે આપવા માટે આ દેશમાં એજન્સીઓ પણ ચલાવવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દક્ષિણ કોરિયામાં એવી ઘણી એજન્સીઓ છે. જે પૈસા લઈને નકલી લગ્નના મહેમાનની વ્યવસ્થા કરે છે. આ લોકોને આ માટે ખાસ તાલીમ આપવામાં આવે છે. તેઓ લગ્નમાં એવી એક્ટિંગ કરે છે કે સામેની વ્યક્તિ તેમને પરિવારના નજીકના સંબંધીઓ માને છે. દક્ષિણ કોરિયામાં હેજેક ફ્રેન્ડ્સ જેવી ઘણી એજન્સીઓ છે, જે નકલી મહેમાનો પૂરા પાડે છે. રિપોર્ટ અનુસાર, કોરોનાના સમયગાળા દરમિયાન આ વ્યવસાય અટકી ગયો હતો. પરંતુ હવે તે ફરી શરૂ થયું છે.

 

(5:50 pm IST)