Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

ગ્રીસમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા:લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: સોમવારે ગ્રીસમાં ભૂકંપના આંચકા અનુભવાયા. ક્રેટમાં સોમવારે સવારે આવેલા ભૂકંપની તીવ્રતા 5.5 માપવામાં આવી હતી. જેના કારણે સુનામીની સંભાવના ઉભી થઈ છે. દરમિયાન, મોનિટરિંગ એજન્સીઓને દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવા માટે કહેવામાં આવ્યું છે. લોકોને દરિયા કિનારેથી ઊંચા સ્થળોએ ખસી જવા માટે કહેવામાં આવ્યું છે.

યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, સોમવારે સ્થાનિક સમય અનુસાર સવારે 1.25 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. આ દરમિયાન ભૂકંપના આંચકા ઇજિપ્તમાં સિટિયાના ઉત્તર-પૂર્વમાં 60 કિમી 37 માઇલના અંતરે અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ 80 કિમીની ઊંડાઈએ હતું.

કહેવામાં આવી રહ્યું છે કે ઉત્તર આફ્રિકા સુધી ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. અસરગ્રસ્ત વિસ્તારોમાં કોઈ જાનહાનિ કે ઇમારતોને નુકસાન થયું હોવાના અહેવાલ નથી. સ્થાનિક અહેવાલો અનુસાર, ભૂકંપ બાદ ગભરાયેલા લોકો ઘરો અને ઇમારતોમાંથી બહાર આવી ગયા હતા.

(6:17 pm IST)