Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

તુર્કીએ નોર્થ સીરિયા સહીત ઇરાકમાં હવાઈ હુમલો કર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: તુર્કિયે(જૂનું નામ તુર્કી)એ શનિવારે નોર્થ સીરિયા અને નોર્થ ઈરાકમાં પ્રતિબંધિત કુર્દિશ આતંકવાદી ઠેકાણા પર હવાઈ હુમલો કર્યો છે. આ ઠેકાણાઓ પરથી જ આતંકીઓએ ઈસ્તાંબુલ પર આતંકી હુમલાની યોજના બનાવી હતી. હુમલાની માહિતી તુર્કીના સંરક્ષણ મંત્રાલયે આપી છે. તુર્કિયેના ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 6 લોકોની મોત થઈ હતી. 81 લોકો ઘાયલ થયા હતા. સરકારે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટી(PKK) અને સીરિયાઈ કુર્દિશ YPG મિલિશિયા સંગઠનનને જવાબદાર ઠેરવ્યા હતા. ઈસ્તાંબુલમાં થયેલા આતંકવાદી હુમલાનો બદલો લેવા કુર્દિશ આતંકવાદી ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો છે. તુર્કિયેએ અલ-બેલોનિયા અને દાહિર-અલ-અરબ ગામ પર હુમલો કર્યો છે. હજુ સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી. જોકે, સરકારે ટ્વીટ કર્યું છે, જેમાં જોઈ શકાય છે કે આતંકવાદીઓના ઠેકાણા પર બે વિસ્ફોટ થાય છે. ટ્વીટમાં લખવામાં આવ્યું છે કે સચોટ હુમલાથી આતંકવાદીઓના ઠેકાણાઓ નષ્ટ થઈ ગયા. ઈસ્તાંબુલમાં 13 નવેમ્બરે બોમ્બ વિસ્ફોટ થયો હતો. ઘટનામાં પોલીસે 20થી વધુ લોકોની ધરપકડ કરી છે. એક મહિલાની પણ ધરપકડ કરવામાં આવી છે. અલ જઝીરાએ સૂત્રોના હવાલાથી પોતાના અહેવાલમાં દાવો કર્યો હતો કે હુમલામાં 3 લોકો સામેલ હતા. જેમાંથી એક મહિલા અને બે પુરૂષ હતા.

(6:18 pm IST)