Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

ઓસ્ટ્રેલિયામાં બરુલી અલ્સર નામની નવી બીમારી ભયાનક સ્તરે ફેલાઈ રહી હોવાનું હેલ્થ વિભાગનું તારણ

નવી દિલ્હી; કોરોના મહામારી (Corona Virus)ની કડાકુટમાંથી હજી ઉગર્યા નથી ત્યાં ઓસ્ટ્રેલિયા (Australia) માં તો એક નવી બિમારી સામે આવી રહી છે. જેમાં વ્યક્તિના શરીરનું માસ ખવાઈ જાય છે. બીમારીનું નામ છે બુરૂલી અલ્સર (Buruli Ulcer) કે જે ભયાનક સ્તરે ફેલાઈ રહી છે. વિક્ટોરિયા હેલ્થ વિભાગે બિમારીને લઈને ચેતવણી પણ જાહેર કરી દીધી છે. ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં બિમારીના અનેક કેસ સામે આવ્યા છે. ઘટના બાદ આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો અને સ્વાસ્થ્યકર્મીઓને સચેત રહેવા કહી દેવામાં આવ્યું છે. બુરૂલી અલ્સર પર્યાવરણમાં રહેલા માઈકોબેક્ટીરિયમ અલ્સરાન (Mycobacterium Ulcerans) નામના બેક્ટેરિયાના કારને થાય છે.

            ઓસ્ટ્રેલિયામાં સામે આવેલી બિમારીમાં દર્દીના શરીરમાનું માસ ખવાઈ જાય છે. ઓસ્ટ્રેલીયામાં એક વ્યક્તિના પગમાં એક લાલ નિશાન બની ગયું હતું. ત્રણ સપ્તાહ બાદ તેમાં કાણું પડી ગયું હતું. ઘટના ગત વર્ષ એપ્રિલ મહિનાની છે જ્યારે કોરોના વાયરસ ફેલાઈ રહ્યો હતો. તબીબોએ કહ્યું હતું કે, તે સાજો થઈ જશે પરંતુ થોડા દિવસ તે વ્યક્તિને તે કાણાંમાંથી હાડકાઓ દેખાવવા લાગ્યા. કાણું એક ટેબલ ટેનિસના બોલ જેટલું મોટું થઈ ગયું. એક સપ્તાહની તપાસ બાદ જાણ થઈ કે તે વ્યક્તિને માંસ ખાવાવાળી બીમાર બૂરુલી અલ્સર થઈ છે.

 

(5:13 pm IST)