Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ભારત-ફ્રાંસ નૌસેના આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં યુદ્ધાભ્યાસનો પ્રારંભ કરશે

નવી દિલ્હી: ભારત અને ફ્રાંસની નાૈસેના આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં યુદ્વાભ્યાસનો પ્રારંભ કરશે. દરમિયાન એડવાન્સ એર ડિફેન્સ એન્ડ એન્ટી સબમરીન જેવા યુદ્વના સાધન સામેલ કરવામાં આવશે. અધિકારીના જણાવ્યા અનુસાર વરૂણ અભ્યાસના 19માં સંસ્કરણમાં બન્ને નૈાસેનાઓ વચ્ચે સમન્વય અને સાથે મળીને અભ્યાસ કરવામાં આવશે.

આ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતીય નૌસેનાનિર્દેશિત મિસાઇલ પેન્ટ્રેટિંગ અને કોલકતા નિર્દેશિત મિસાઇલ ફ્રિગેટ તરકશ અને તલવાર ફલીટ આસિસ્ટન્સ જહાજ દીપક, લકલવરી સબમરીન લાંબા અંતરના પી-8 આઇ સમુદ્રી પેટેરોલિંગ વિમામી ટુકડી તૈનાત કરાશે. રાફેલ એમ લડાકુ વિમાન સાથે વિમાન વાહક બાઉલ ફાંસ નૈાસેનાનું પ્રતિનિધિત્વ કરશે. ફાંસીસી નૈાસેના એર ડિફેન્સ, ડિસ્ટ્રોયર શેવેલિયર પોલ, ફ્રિગેટ પ્રાવેંસ અને જહાજ પણ તૈનાત કરશે.

(6:01 pm IST)