Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

આ છે દુનિયાની સૌથી મોટી ભૂતિયા હોટલ

નવી દિલ્હી:  સામાન્ય રીતે લોકોને આલિશાન હોટલમાં જવું અને રહેવું ગમતું હોય છે પરંતુ દુનિયામાં એક એવી હોટલ છે જયાં કોઇ જવા ઇચ્છતું નથી. આ હોટલ તાનાશાહ કિંમ જોગ ઉનના દેશ ઉત્તર કોરિયામાં આવેલી છે. આથી જ તો આ હોટલ દુનિયામાં શાપિત અને ભૂતિયા હોટલ તરીકે ઓળખાય છે. આ હોટલ પીરામિડ આકારની ગગનચુંબી ઇમારત તરીકે જાણીતી છે. 33 વર્ષ પહેલા આ હોટલનું નિર્માણ કાર્ય શરુ થયું હતું એ પછી તે હજુ પણ અધૂરી રહી ગઇ છે. આ હોટલનું કાયદેસરનું નામ રયુગયોંગ છે જે યૂ કયૂગ નામથી પણ ઓળખાય છે. આ હોટલમાં કુલ 105 ઓરડા છે. હોટલ બહારથી તો ઘણી આલિશાન હોવાનું જણાય છે પરંતુ અંદરથી કોઇએ જોવાની હિંમત કરી નથી. આ હોટલની કુલ લંબાઇ 330 મીટર જેટલી છે. આ હોટલના નિર્માણ પાછળ ઉત્તર કોરિયાની સરકારે 55 અબજ રુપિયાનો ખર્ચ કર્યો હતો. આજે દુનિયાની સૌથી વિરાન જગ્યા તરીકે ગિનિજ બુક ઓફ વલ્ર્ડ રેકોર્ડઝમાં પણ નોંધવામાં આવ્યું છે. આ દુનિયાની સાતમા ક્રમની સૌથી ઉંચી ઇમારત ગણાય છે.એક માહિતી મુજબ આ હોટલ નિર્માણ કામ 1987માં શરું થયું ત્યારે માત્ર બે વર્ષમાં પૂર્ણ કરવાનું નિરધારવામાં આવ્યું હતું. એ સમયના તાનાશાહ અને કિમ જોંગ ઉનના પિતા પણ ખૂબ રસ લઇ રહયા હતા. જો કે હોટલ નિર્માણમાં એક પછી એક વિધ્નો આવતા ગયા આથી છેવટે અવાર નવાર કામ બંધ કરવું પડતું હતું. 1992માં હોટલ નિર્માણ અધૂરું છોડી દેવામાં આવ્યું ત્યારે કરોડો રુપિયાનો ખર્ચ થઇ ચુકયો હતો. જો કે 2008માં તાનાશાહ સરકારે ફરી ફરી 11 અબજ રુપિયા ફાળવીને નિર્માણ કામ આગળ ધપાવ્યું પરંતુ હજુય અધુરું રહી ગયું છે.

 

(6:23 pm IST)