Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ફોનની જાસૂસી કરતા લોકોને આ રીતે પકડી શકાશે

નવી દિલ્હી: સ્માર્ટફોન (Smartphone)ની જરૂરીયાત એટલી વધી ગઈ છે કે લોકો તેને 24/7 પોતાની પાસે રાખે છે. સ્માર્ટફોન ઉપયોગી હોવાની સાથે તેના નુકસાન પણ છે. ઘણી વખત હેકરો ફોન હેક કરવાનો પ્રયાસ કરતા હોય છે જેમાં તેઓ અંગત વિગતોની ચોરી કરતા હોય છે. ત્યારે તમે કોની સાથે વાત કરી રહ્યા છો મેસેજ કરી રહ્યા છો તે તમામ જાણકારીની જાસૂસી પણ થઈ શકે છે. આ માટે ઘણા વાયરસ, માલવેર પણ નોંધાયા છે. મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઇડ (Android)સ્માર્ટફોન છે. આવી સ્થિતિમાં, તમે કેવી રીતે શોધી શકો છો કે તમારો ફોન ટ્રેક થઈ રહ્યો છે કે નહીં? ચાલો જાણીએ. જો તમને લાગે છે કે તમારી જાસૂસી કરવામાં આવી રહી છે, તો અમે તમને કેટલાક કોડ જણાવા જઈ રહ્યા છીએ. જેને તમે તમારા ફોનના ડાયલપેડ પર ટાઈપ કરીને ચેક કરી શકો છો. આ કોડ્સ ડાયલ કર્યા પછી, તમે કૉલ કરી વિગતો ચકાસી શકો છો. આ કોડની મદદથી તમે ચેક કરી શકો છો કે તમારા મેસેજ, કોલ અથવા અન્ય ડેટા અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ થયો છે કે નહીં. જો કોલ અન્ય કોઈ નંબર પર ફોરવર્ડ કરવામાં આવે છે, તો તેને પણ ફોરવર્ડ કરેલા નંબરની વિગતો સાથે જાણ કરવામાં આવશે.

 

(6:24 pm IST)