Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

મહિલાને લાગી છે માતા બનવાની લત, ૧૧ પછી હવે ઈચ્છે છે ૧૦૫ બાળકોનો આખો પરિવાર

જો કે આટલા બધા બાળકો નેચરલી પેદા નહિ કરી શકાય, એવામાં આ કપલ સરોગેસીની મદદથી બાળકને જન્મ આપશે

મોસ્કો, તા.૨૬: એડિકશન તો કોઈ પણ હોઈ શકે છે, કોઈને ખરાબ લત લાગે છે તો કોઈ અને અજીબોગરીબ, જે અંગે વિચારીને પણ હેરાની થાય. એવી જ એક લત છે ૨૩ મહિલાને. એમના નાની ઉંમરમાં જ ૧૧ બાળકોની જવાબદારી સાચવી લીધી છે અને હવે પતિ-પત્ની ઈચ્છે છે કે એમના ઘરમાં ૧૦૫ બાળકોની ચહેલ પહેલ હોય.

રૂસની રહેવા વાળી ક્રિસ્ટિના અને એમના પતિ ગેલીપ ઈચ્છે છે કે એમના દ્યરમાં કિલકારીઓ ગુંજતી રહે. ૨૩ વર્ષની ક્રિસ્ટિના અને ૫૬ વર્ષના ગેલીપની તમન્ના છે કે ઘરમાં ૧૦૫ બાળકો હોય અને તેઓ તેમનું ભારણ પોષણ કરે. કરોડપતિ કપલના પહેલાથી જ ૧૧ બાળક છે અને વધુ બાળક પેદા કરવાની યોજના બનાવી ચુકયા છે.

ક્રિસ્ટીના અને ગેલીપનું કહેવું છે કે તેવો ૧૦૫ બાળકો સાથે ઇતિહાસ બનવવા માંગે છે. જો કે આટલા બધા બાળકો નેચરલી પેદા નહિ કરી શકાય, એવામાં આ કપલ સરોગેસીની મદદથી બાળકને જન્મ આપશે.

એમાં થનાર તમામ ખર્ચ કપલ પોતે ઉપાડશે. હાલ ક્રિસ્ટીનાએ ૧ જ બાળકને જન્મ આપ્યો છે જે ૬ વર્ષની છોકરી છે બીજા સેરોગેસીથી પેદા થયા છે. ક્રિસ્ટિનાનું કહેવું છે કે તેઓ મા બનવાની એડિકટ થઇ ગઈ છે. કરોડપતિ કપલને ઉમ્મીદ છે કે સરોગેસીનો ઉપયોગ કરી એમના દર્જનો બાળકો પેદા થઇ શકે છે. એના માટે કપલ કરોડો ખર્ચવા માટે પણ તૈયાર છે.

પરિવાર વધારવાની બાબતમાં પતિ-પત્ની બંનેનો સમાન મત છે. આ વાત તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી કહી દીધી છે કે તેને સેંકડો બાળકો જોઈએ છે. જયોર્જિયાના બટુમામાં રહેતા આ દંપતી વધુ સરોગસી વિકલ્પોની શોધમાં છે.

ક્રિસ્ટિના ૨૩ વર્ષની ૧૧ બાળકોની માતા કહે છે કે તે બાળકોને ખૂબ જ પસંદ કરે છે. તે કહે છે કે તે તેના બાળકોની સંભાળ રાખવામાં આનંદ મેળવે છે.

 આ દંપતીને ખબર નથી કે તેઓ કેટલા વધુ બાળકો રાખી શકે છે, પરંતુ તેઓ નિશ્યિતપણે કહે છે કે તેઓ ૧૦ બાળકોને વળગી રહેવાનું વિચારી રહ્યા નથી. તેઓ બધા બાળકોની સારી સંભાળ લેવાનો પ્રયાસ કરે.

(4:00 pm IST)