Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વિશ્વના આ દેશમાં કોરોના વાયરસને લઈને પસાર કરવામાં આવ્યો અનોખો કાયદો

નવી દિલ્હી: કોરોના સામે આખું વિશ્વ ઝઝૂમી રહ્યું છે. કોરોના કારણે અનેક લોકો બેરોજગાર થયા છે તો ઘણા દેશોમાં આરોગ્ય સેવાની સ્થિતિ કથળી છે. ફ્રાંસ (France) સંસદે સોમવારે એવા કાયદાને મંજૂરી આપી છે કે જેમાં ખાસ વાયરસ પાસપોર્ટને રોજિંદા જીવનનો એક ભાગ માનવામાં આવે છે. આ સાથે આરોગ્ય કર્મચારીઓ માટે રસીકરણ ફરજિયાત કરવામાં આવ્યું છે.

કારણ કે ફ્રેન્ચમાં હજુ પણ કોરોના મહામારી ચાલુ જ છે. સંસદના બંને ગૃહો વચ્ચે નવા પગલાંને લઈને ઘર્ષણ થયું હતું. બાદમાં સંસદના બંને ગૃહો વચ્ચે સમાધાન થયું હતું.આ કાયદાને લઈને ઘણા લોકો માને છે કે નાગરિક સ્વાતંત્ર્યનું ઉલ્લંઘન છે.

રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને (Emmanuel Macron) ગયા અઠવાડિયે આદેશ આપ્યો હતો કે ફ્રાન્સના લોકોને સિનેમાઘરો, નાઈટક્લબ અથવા તો ટ્રેન અને વિમાનો જેવા કોઈ પણ જાહેર સ્થળોની મુલાકાત માટે ફૂલ વેક્સિનેશન અથવા કોરોના નેગેટિવ જરૂરી રહેશે. આ નિયમ શરૂઆતમાં ફક્ત પુખ્ત વયે લાગુ પડે છે, પરંતુ 30 સપ્ટેમ્બરથી 12 વર્ષથી વધુ ઉંમરના દરેક માટે ફરજિયાત બનશે. આરોગ્ય પાસ કાગળ અથવા ડિજિટલ ફોર્મેટમાં ચાલી શકે છે.

 

(5:55 pm IST)