Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમેરિકી સેનાના પરત ફરવા પર તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાન પર પોતાનો કબ્જો જમાવી રહી છે

નવી દિલ્હી: અમેરિકી સેનાના પાછા ફર્યા બાદ તાલિબાન ઝડપથી અફઘાનિસ્તાનમાં પોતાનો કબજો વધારી રહ્યું છે. ચરમપંથી સંગઠન હવે ફરી ધીમે-ધીમે જૂના દમનકારી કાળા કાયદાને લાગુ કરી રહ્યું છે જે 1996થી 2001ના વર્ષ દરમિયાન અફઘાનિસ્તાનમાં તેમના શાસન દરમિયાન લાગુ હતા.

  તેઓ હવે અફઘાન પરિવારોને દીકરીઓના લગ્ન તાલિબાન ફાઈટર્સ સાથે કરાવવા આદેશ આપી રહ્યા છે. પુરૂષોને દાઢી વધારવા અને મસ્જિદ જવા માટે આદેશ આપવામાં આવ્યો છે. એક અહેવાલ પ્રમાણે તાલિબાનના 5 વર્ષના શાસન દરમિયાન મહિલાઓને કામ કરવાની, શાળાએ જવાની કે કોઈ પુરૂષ સંબંધી વગર ઘર છોડવાની મનાઈ હતી. પુરૂષોને દાઢી વધારવા, ટોપી કે પાઘડી પહેરવા મજબૂર કરવામાં આવતા હતા. સંગીત અને મનોરંજનના અન્ય સ્વરૂપો પર પ્રતિબંધ હતો. તેનું પાલન ન કરનારાઓને સાર્વજનિક રીતે કોરડા મારવાનો, મારપીટનો અને અપમાનિત કરાવાનો ડર રહેતો હતો. આ નિયમોની અવગણના કરનારી મહિલાઓની કોઈ કોઈ વખત હત્યા કરી દેવામાં આવતી હતી.

 

(5:57 pm IST)