Gujarati News

Gujarati News

News of Wednesday, 26th August 2020

લીવરના દર્દીઓ માટે આવ્યા રાહતના સમાચાર:અમેરિકી વૈજ્ઞાનિકોએ સુવર્ણી મદદથી નવું લીવર વિકસિત કરવામાં સફળતા મેળવી

નવી દિલ્હી: લિવર ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહેલા દર્દીઓ માટે ગૂડ ન્યુઝ છે. અમેરિકી વૈજ્ઞાનિકોએ લિવરથી મળેલી કોશિકાઓની મદદથી સૂવરની લસીકા ગ્રંથી (લિંફ ગ્લેન્ડ) માં નવું લિવર વિકસીત કરવામાં સફળતા મેળવી છે, અલબત, માણસ અને સુવરની જિનેટીક રચનામાં ઘણી સમાનતાઓ છે, પરિણામે ટેકનીકથી લિવર રોગોનો સામનો કરી રહેલા દર્દીઓમાં પણ નવું સ્વસ્થ લિવર પેદા કરવાની સંભાવના જણાવાઈ રહી છે.

        પિટસબર્ગ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે લિવર કોશિકાઓમાં લિવર કોશિકાઓમાં બીજી વાર વિકસવાની ક્ષમતા પ્રાકૃતિક રૂપે મોજૂદ હોય છે, જો લિવરના કેટલાક અંશને શરીરમાં આરોપીત કરવામાં આવે તો તે સંપૂર્ણ અંગનો આકાર લઈ શકે છેતાજેતરના અધ્યયનમાં સંકેતો મળ્યા છે કે લસિકા ગ્રંથી લિવર કોશિકાઓના વિકાસ માટે સૌથી આદર્શ માહોલ ઉપલબ્ધ કરાવે છે, ત્યાં કોશિકાઓમાં વિભાજનની પ્રક્રિયા સુચારુ રીતે થાય છે

(6:17 pm IST)