Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

અમેરિકામાં વધતી જતી મોંઘવારીને લઈને હવેથી કંપની કરાવવા લાગી છે હપ્તેથી લગ્ન

નવી દિલ્હી: દેવું કરીને સંતાનોને પરણાવવા આપણા દેશમાં તો નવી વાત નથી પરંતુ હવે અમેરિકામાં પણ આ ટ્રેન્ડ શરૂ થયો છે. ત્યાં હપ્તેથી લગ્ન થઇ રહ્યા છે. અમેરિકામાં મોંઘવારી વધી રહી હોવાથી કપલ્સ EMI પર લગ્ન કરી રહ્યા છે. તે માટે કંપનીઓ ખુલી ગઇ છે, જે વૅડિંગ ગાઉનથી માંડીને વરરાજાના શૂટ, બેન્ડ-વાજાથી માંડીને રિસેપ્શન સુધીનો તમામ ખર્ચ ઉપાડી રહી છે. આ એક પ્રકારે વૅડિંગ ક્રેડિટ ઓફર છે, જે અમેરિકામાં ઘણી કંપનીઓ લાવી છે. તમે લગ્નનું પૂરેપૂરું પેમેન્ટ બાદમાં હપ્તેથી કરી શકો છો. આફ્ટર પે અને ક્લારા જેવી કંપનીઓ જે રીતે કપડાં, ઘરનો સામાન ખરીદવા ‘બાય નાઉ, પે લેટર’ની ઓફર આપે છે તેમ મારુ જેવી કંપનીઓ લગ્ન માટે ‘બાય નાઉ, પે લેટર’ની ઓફર લઇને આવી. તેમણે લગ્નપ્રસંગ સાથે સંકળાયેલા ફોટોગ્રાફર-વીડિયોગ્રાફર, હેર-મેકઅપ આર્ટિસ્ટ, કેટરર્સ વગેરે સાથે કોન્ટ્રાક્ટ કરી રાખ્યા છે. લગ્નની તૈયારી કરી રહેલી એન્જેલા મિલ્લિન કહે છે કે લગ્નખર્ચની હપ્તેથી ચૂકવણી કરવાની હોવાથી તે ભારે રાહત અનુભવી રહી છે. વૅડિંગ પ્લાનિંગ-રજિસ્ટ્રી વેબસાઇટે કરેલા 15 હજાર કપલના સરવેમાં આ ખર્ચ સરેરાશ 22 લાખ રૂ. જણાવાયો.

(5:06 pm IST)