Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

યુક્રેન પર રશિયાના સૈનિકોએ નાગરિકો પર ત્રાસ ગુજાર્યો હોવાની માહિતી

નવી દિલ્હી: છેલ્લા સાત મહિનાથી વધુ સમયથી યુક્રેન પર રશિયાના હુમલા દરમિયાન રશિયન સૈનિકોએ યુક્રેનમાં નાગરિકો પર યૌન હિંસા સહિતની યાતનાઓ ગુજારી હોવાનો ચોંકાવનારો ખુલાસો સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં થયો છે. યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલ કથિત અપરાધોની તપાસને લઈને રચાયેલા પંચનું કહેવું છે કે યુક્રેનમાં રશિયન સૈનિકોએ ભીષણ અત્યાચાર કર્યા છે, આયોગની ટીમ એ જગ્યાએ ગઈ હતી અને પુછપરછ કરી હતી. તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સૈનિકોએ નાગરિકોની વસ્તીવાળા વિસ્તારમાં બોમ્બમારો કર્યો હતો. લોકોને ફાંસી આપી હતી, યાતના આપી હતી અને યૌન હિંસા પણ આચરી હતી. યૌન હિંસા: રશિયન સૈનિકોએ 4 વર્ષની બાળકીથી માંડીને 82 વર્ષની વૃદ્ધા સાથે યૌન હિંસા આચરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સંબંધીઓની સામે જ રશિયન સૈનિકોએ આ યૌન અત્યાચાર કર્યા હતા. યાતના: પુછપરછમાં લોકોએ જણાવ્યું હતું કે રશિયન સૈનિકોએ કેદમાં પિટાઈ, વીજળીના ઝટકા, જબરદસ્તીથી નગ્ન કરવા જેવી યાતના આપી હતી.

(5:08 pm IST)