Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

અમેરિકા ફરીથી તાલિબાન સાથે કરી શકે છે વાતચીત

નવી દિલ્હી: અમેરિકાએ કહ્યું છે કે તાલિબાન સાથેની વાતચીત આવતા અઠવાડિયે ફરી શરૂ થશે. આ મંત્રણામાં આતંકવાદ અને અફઘાનિસ્તાનમાં માનવીય સંકટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે તાલિબાન સાથેની વાતચીત આવતા અઠવાડિયે કતારમાં ફરી શરૂ થશે. પ્રસ્તાવિત બે સપ્તાહની વાટાઘાટોમાં યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ અફઘાનિસ્તાન માટે યુએસના વિશેષ દૂત ટોમ વેસ્ટ કરશે. નેડ પ્રાઇસ અનુસાર, બંને પક્ષો “પરસ્પર મહત્વપૂર્ણ રાષ્ટ્રીય હિતો” પર ચર્ચા કરશે. તેમાં આતંકવાદી સંગઠનો ઈસ્લામિક સ્ટેટ અને અલ કાયદા સામેની કાર્યવાહી, અફઘાનિસ્તાનમાં માનવતાવાદી સહાયની જોગવાઈ, દેશની બરબાદ અર્થવ્યવસ્થા, 20 વર્ષથી તેના માટે કામ કરનારા અમેરિકન નાગરિકો અને અફઘાન નાગરિકોનું સુરક્ષિત સ્થળાંતર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

(6:05 pm IST)