Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

રશિયામાં 12થી 17 વર્ષના બાળકો માટે કોરોના રસીકરણનું રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું

નવી દિલ્હી: રશિયાએ બુધવારના રોજ તેના કોરોના વેક્સિનના સ્પુતનિક સ્યુટમાં પ્રગતિની જાહેરાત કરી હતી. રશિયન આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, 25 નવેમ્બરથી 12 થી 17 વર્ષની વયના બાળકો માટે કોરોના વાયરસથી રક્ષણ આપતી રશિયન રસી સ્પુતનિક-5નું રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડના સીઇઓ કિરિલ દિમિત્રીવે બુધવારના રોજ માહિતી આપતા જણાવ્યું હતું કે, સ્પુતનિક લાઇટ કોવિડ રસી ભારતમાં ડિસેમ્બર સુધીમાં લોન્ચ કરવામાં આવશે. બાળકોની રસી ડિસેમ્બરના અંત સુધીમાં ભારતમાં ઉપલબ્ધ થવાની ધારણા છે. કંપનીએ ટ્વીટ કર્યું કે, બાળકો માટે સ્પુતનિક રસી રશિયા અને વૈશ્વિક બજારો બંનેમાં સ્પુતનિક પરિવારનું સ્વાગત સભ્ય હશે. રશિયન નિર્મિત કોરોના વાયરસની રસી સ્પુતનિક-5 કોરોના વાયરસના તમામ સ્ટ્રેઇન સામે રક્ષણ આપવા માટે અસરકારક હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 

(6:06 pm IST)