Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

૭૦ વર્ષ સુધી એક જ જગ્યાએ નોકરી કરતો રહ્યો શખ્સઃ એક પણ દિવસ નથી લીધી રજા!

જીવનના ૭૦ વર્ષ એક જ કંપનીને આપી દીધા અને આ દરમિયાન તેમણે બીમારીના કારણે એક પણ દિવસ રજા લીધી ન

લંડન,તા. ૨૭ : કંપની માટે વફાદાર કર્મચારીઓ મેળવા એ સૌથી મોટી સંપત્ત્િ। છે. બ્રિટનની જૂતા બનાવતી એક કંપનીને ૭૦ વર્ષ પહેલા આવો જ એક કર્મચારી મળ્યો હતો જેમણે પોતાનું આખું જીવન આ કંપનીની સેવામાં વિતાવ્યું હતું અને કયારેય બીમારીને કારણે પણ રજા લીધી ન હતી.બ્રાયન ચોર્લી ૧૯૫૩માં કલાકર્સ શૂઝ ફેકટરીમાં જોડાયા હતા. તે સમયે તેની ઉંમર માત્ર ૧૫ વર્ષની હતી. કામની બાબતમાં તેઓ એકદમ નાના હતા, પરંતુ તેમણે પોતાની નોકરીમાં એટલું બધું મન લગાવી દીધું કે ૮૩ વર્ષની ઉંમરે પણ તેઓ આજે પણ એ જ જગ્યાએ કામ કરી રહ્યા છે.

બ્રાયને સોમરસેટમાં સી એન્ડ જે કલાર્ક ફેકટરીમાં ઉનાળુ વેકેશન દરમિયાન નોકરી શરૂ કરી હતી. તે સમયે તેઓ શાળામાં ભણતા હતા અને થોડા પૈસા કમાવવા માંગતા હતા.

મિરર સાથે વાત કરતા તેમણે કહ્યું કે જયારે તેના પિતાએ તેની સાથે આ વિશે વાત કરી તો તેમણે કહ્યું કે તે આ કામ એટલા માટે કરવા માંગે છે કારણ કે તે ગરીબ છે. તેઓ તેમના પરિવાર માટે કેટલાક પૈસા કમાવવા માંગતા હતા. જયારે તેમને ૪૫ કલાકની નોકરીના બદલામાં એક પરબીડિયામાં થોડી રકમ મળી, ત્યારે તેમણે તેમાંથી અડધી રકમ તેમની માતાને આપી દીધી.

તેમની મૂળ કંપની વર્ષ ૧૯૮૦માં બંધ થઈ ગઈ. તે સમયે બ્રાયનની ઉંમર ૫૦ વર્ષથી વધુ હતી અને જયારે કંપનીએ પોતાનું શોપિંગ આઉટલેટ શરૂ કર્યું, ત્યારે તેમણે ૧૯૯૩માં તેમાં ફરીથી કામ કરવાનું શરૂ કર્યું. તે કહે છે કે તેમણે તેમના એમ્પ્લોયરને સારી સેવા આપવા માટે બધું જ કર્યું હતું અને તે તેમના કામથી ખૂબ ખુશ છે. આ ઉંમરે પણ બ્રાયન રિટાયર થવા વિશે વિચારી રહ્યા નથી અને કહે છે કે તે ૯૩ વર્ષ સુધી કામ કરવા માંગે છે. તેઓ તેમના આદર્શ ડેવિડ એટનબરોને માને છે, જેમણે ૯૫ વર્ષની ઉંમર સુધી કામ કર્યું હતું.

(10:31 am IST)