Gujarati News

Gujarati News

News of Thursday, 27th January 2022

યુરોપના કોસોવાની ઘટનાઃ ૬૭ વર્ષીય વ્યકિતમાં મળ્યા મહિલાના પ્રાઈવેટ પાર્ટ

હેં ભગવાન ! હર્નિયાનું ઓપરેશન કરાવવા ગયેલા શખ્સના શરીરમાં નીકળ્યા મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સ, આખરે ડોકટરોએ ઓપરેશન કરીને દૂર કર્યાં

લંડન,તા. ૨૭: કુદરત કયારે કોઈ વ્યકિત સાથે મોટો ખેલ ખેલી નાખતી હોય છે. કયારે ન બનવાનું બનતું હોય છે.આવા જ એક કિસ્સામાં એક પુરુષના શરીરમાં મહિલાના પ્રાઈવેટ પાર્ટ્સ મળતા ડોકટરો અને વૈજ્ઞાનિકો હેરાન થયા છે. તમારુ કોઈ ઓપરેશન થવાનું હોય અને ડોકટર તમને કહે કે તમારા શરીરમાં સ્ત્રીના પ્રાઈવેટ પાર્ટ વિકસીત થયું છે ત્યારે તમારી કેવી હાલત થાય. આવી જ એક ઘટના બની છે.

યુરોપના કોસોવામાં ડોકટરોએ જયારે એક ૬૭ વર્ષીય વ્યકિતનું હર્નિયાનું ઓપરેશન કરવા લાગ્યા ત્યારે તેના શરીરમાં યોની, ગર્ભાશય, સર્વિકસ (સર્વિકસ), ફેલોપિયન ટ્યુબ અને અંડાશય જોઈને ભારે આઘાત પામ્યા હતા. પુરુષના શરીરમાં મહિલાના પ્રાઈવેટ પાર્ટ જોઈને ડોકટરો રીતસરના આઘાત પામ્યા હતા અને જોતા જ રહી ગયા, આવું કેમ થયું તેના વિચાર આવ્યા કરતા હતા. આખરે ડોકટરોએ સૌથી પહેલા હર્નિયાનું ઓપરેશન કરી નાખ્યું અને ત્યાર બાદ મહિલાના પ્રાઈવેટ પાર્ટને પણ ઓપરેશન દ્વારા બહાર કાઢવા પડ્યાં હતા.

આ પુરુષમાં સ્ત્રી જનનાંગો હોવાનું નિદાન થયું હતું. આ ઉપરાંત અંડકોષ પણ ગુમ થયાની જાણ થઇ હતી. ખાંસી આવે કે ઊભા થાય ત્યારે જ માણસનો ભેદી ગઠ્ઠો દેખાતો હતો, પરંતુ જયારે તે સૂતો હતો ત્યારે આ ગઠ્ઠો જરાય દેખાતો ન હતો.

આ શખ્સને જે તકલીફ થઈ તેને મેડિકલ ભાષામાં  PMDS કહેવાય છે. આ ઘણી અસાધારણ સ્થિતિ છે જેમાં પુરુષના શરીરમાં મહિલાના યૌન અંગ વિકસીત થતા હોય છે અત્યાર સુધીમાં વર્લ્ડમાં આવા ૨૦૦ કિસ્સા નોંધાયેલા છે.

શખ્સના શરીરમાં સ્ત્રીના પ્રાઈવેટ અંગો જોવા મળતા ડોકટરો પણ હેરાન થયા હતા આખરે ડોકટરોએ તેનું ઓપરેશન કરીને દૂર કરી નાખ્યાં હતા. જોકે ભવિષ્યમાં ફરી પાછા આવા અંગો વિકસીત કે નહીં તે અંગે ડોકટરો ચોક્કસ કંઈ કહી શકયા નથી. યુરોલોજી જર્નલમાં પ્રિષ્ટિના યુનિવર્સિટી દ્વારા આ સંબંધમાં એક કેસ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે જ સમયે, યુએસ નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિન (NIH) એ જણાવ્યું હતું કે જયારે આ સિન્ડ્રોમની ઓળખની વાત આવે છે, ત્યારે અનડેસેન્ડેડ ટેસ્ટીસ અથવા સોફ્ટ ઇન્ગ્યુનલ હર્નિઆસ આ સિન્ડ્રોમનું મુખ્ય લક્ષણ છે. આ ત્યારે થાય છે જયારે મુલેરિયન ડકટ ફાટતું નથી, જે સામાન્ય રીતે પુરુષના શારીરિક વિકાસમાં થાય છે. બાય ધ વે, આ સમસ્યા વિશે માહિતી ત્યારે જ મળે છે જયારે કોઈની સર્જરી થવાની હોય.

(10:34 am IST)