Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ઈરાયલી હુમલામાં 9 ફિલીસ્તીનીઓના મૃત્યુના સમાચાર

નવી દિલ્હી: વેસ્ટ બેન્કમાં ગુરુવારે ઇઝરાયલની તરફથી કરવામાં આવેલા હુમલામાં 9 લોકોનાં મૃત્યુ થયાં છે. જ્યારે 16 લોકો ઘાયલ થયા છે. મરનારામાં એક વૃદ્ધ મહિલા સામેલ છે. હેલ્થ ઓફિશિયલ્સ અનુસાર વેસ્ટ બેન્કના જેનિન રેફ્યૂજી કેમ્પની પાસે ઇઝરાયલી હુમલા પછી પરિસ્થિતિ ઘણી ગંભીર છે. ઘાયલ લોકોને લગાતાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટ્સ અનુસાર કેટલાક લોકોના ઇઝરાયલના હવાઇ હુમલામાં તો કેટલાકનાં સૈનિકો સાથેની અથડામણમાં મોત થયાં છે. ઇઝરાયલે આ હુમલા બાબતે માત્ર એટલું જ કહ્યું છે કે તેમના સૈનિકો આ વિસ્તારમાં ઓપરેશન ચલાવી રહ્યા છે. ફિલિસ્તીનના હેલ્થ મિનિસ્ટરે દાવો કર્યો છે કે જેનિનમાં ઇઝરાયલનો હવાઇ હુમલો એક હોસ્પિટલના ચિલ્ડ્રન વોર્ડ પર કરવામાં આવ્યો છે. સાથે જ તેમણે એ પણ કહ્યું કે ઘાયલોને બચાવવા માટે એમ્બ્યુલન્સ હુમલાના સ્થળે નથી પહોંચી શકતી. જેનિન પબ્લિક હોસ્પિટલના હેડ વિસામ બેકરે અલઝઝીરાને બતાવ્યું કે એક એમ્બ્યુલન્સ ડ્રાઇવર જ્યારે ઘાયલને ઉઠાવવાની કોશિશ કરી રહ્યો હતો, ત્યારે ઇઝરાયલ ફોર્સીસે તેના પર પણ હુમલો કરી દીધો.

(4:56 pm IST)