Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

યુનાઇટેડ આરબ અમિરાતમાં પત્નીના ઉંઘી ગયા બાદ ધૃણાસ્પદ કામ કરનાર નરાધમ પતિને અદાલતે એક મહિનાની સજા સહીત 1 હજારનો દંડ ફટકાર્યો

નવી દિલ્હી: યુનાઈટેડ આરબ અમીરાતથી એક ખૂબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક વ્યક્તિ દરરોજ રાતે પોતાની પત્ની સૂઈ જાય તેની રાહ જોતી હતી અને ત્યાર બાદ એક ધૃણાસ્પદ કામ કરવા લાગતી હતી. ગુનો આચરતી વખતે તે વ્યક્તિને જરા પણ શરમ નહોતી અનુભવાઈ અને જ્યારે સમગ્ર ભાંડો ફૂટ્યો ત્યારે તે છેલ્લા ઘણા દિવસોથી સતત આવું કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.

              જ્યારે સમગ્ર કેસ ફુજૈરહ પોલીસ પાસે પહોંચ્યો ત્યારે તે પણ ચોંકી ઉઠી હતી. હકીકતે તે વ્યક્તિ દરરોજ રાતે પત્નીના મોબાઈલ સાથે છેડછાડ કરતી હતી. તે દરરોજ પત્નીના ફોનમાંથી તેની બહેનપણીનો ફોટો ચોરતો હતો. બાદમાં જ્યારે તેની પત્નીની બહેનપણીને અંગે જાણ થઈ તો તેણે પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી હતી.

(5:32 pm IST)