Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

અમેરિકાના ટેક્સાસ નજીક નવું વાવાઝોડું ત્રાટક્યું

નવી દિલ્હી: અમેરિકાના અનેક ભાગોમાં ખેદાનમેદાન કરી શકતુ ખતરનાક ચક્રાવાત-વાવાઝોડુ 'લૌરા' કેટલાક ભાગોમાં અસર દેખાડવા લાગ્યુ છે. ચક્રવાત લૌરાની અસર હેઠળ 140 કિલોમીટરની ઝડપે તોફાની પવન ફુંકાય રહ્યો છે. ટેકસાસ તથા લુઈસીયાના બોર્ડર પર વાવાઝોડુ ત્રાટકયુ છે.

         લૌરા વાવાઝોડાને કારણે અરકોસસ તથા ઓટિયો ઉપરાંત ટેનેસીવૈલીમાં પુરનો ખતરો સર્જાયો છે. ટેકસાસના કાંઠાળ ભાગો ગાલવેસ્ટન, બુમોંટ તથા પોર્ટ આર્થરના ચાર લાખ લોકોને સલામત સ્થળોએ પહોંચવાના આદેશ કરવામાં આવ્યા છે. ચક્રાવાતની સંભવિત અસર ધરાવતા વિસ્તારોના લોકોને વધુ સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરવા કહેવાયુ છે.

(6:35 pm IST)