Gujarati News

Gujarati News

News of Thursday, 27th August 2020

યુએસ -રશિયાના પૂર્વી વિસ્તારમાં ભયંકર અથડામણમાં અમેરિકાના ચાર સૈનિકો ઇજાગ્રસ્ત

નવી દિલ્હી: વિશ્વની બે મહાસત્તાઓ યુએસ અને રશિયા વચ્ચે યુદ્ધગ્રસ્ત પૂર્વી સીરિયામાં ભયંકર અથડામણનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેનો વીડિયો સામે આવ્યો છે. જેમાં રશિયાના સૈનિકો તેજીથી પોતાની આર્મ્ડ વ્હીકલમાં આગળ વધે છે અને અમેરિકી સૈનિકોને ટક્કર મારે છે. આ હિંસક ઘર્ષણમાં અમેરિકાના 4 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે. વીડિયોમાં જોવા મળે છે કે રશિયાએ પોતાના હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કર્યો હતો. રશિયા અને અમેરિકાના સૈન્ય વચ્ચેના આ ઘર્ષણને પગલે અમેરિકી સેન્ટ્રલ કમાન્ડનું નિવેદન બહાર આવ્યું છે.

             યુ.એસ.એ કહ્યું કે રશિયન સૈન્યના અસુરક્ષિત અને વ્યાવસાયિક વલણથી યુએસ અને રશિયા વચ્ચેના સંઘર્ષને રોકવા માટે રચાયેલ પ્રોટોકોલોનું ઉલ્લંઘન છે. ડિસેમ્બર 2019માં તેની પ્રતિબદ્ધતા યુએસ અને રશિયા બંને દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. યુ.એસ.એ કહ્યું હતું કે તે તનાવ ઉશ્કેરવા માંગતો નથી, પરંતુ આવી કોઈ પણ આક્રમક કાર્યવાહીનો આક્રમક જવાબ આપશે.

(6:35 pm IST)